Election Results 2024
(Source: ECI/ABP News/ABP Majha)
‘બાહુબલી’ હિન્દી ફિલ્મમાં પ્રભાસ માટે કોણે આપ્યો છે અવાજ? જાણીને ખરેખર ચોંકી જશો
શરદે રાજામૌલીની સાથે કામ કરતા પોતાના અનુભવ વિશે જણાવ્યું કે, હું રાજામૌલી જેવા ડાયરેક્ટર સાથે કામ કરવાની તક ગુમાવવા માગતો ન હતો. તેની સાથે કામ કરવાનું સપનું સાચું પડવા જેવું છે. હેં તેમની બધી ફિલ્મો જોઈ છે. તેઓ હંમેશા નવા વિષયો પર કામ કરે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appતેમણે કહ્યું કે, મેં આ સીરીઝની બન્ને ફિલ્મોમાં ડબિંગ કર્યું છે, પરંતુ જ્યારે મેં લોકોને જણાવ્યું કે બાહુબલીમાં ફિલ્મમાં બાહુબલીની ભૂમિકા માટે મેં અવાજ આપ્યો છે તો લોકો ચોંકી ગયા. તેમણે વધુમાં જણાવ્યું કે, હું કરણ જોહરને ઘણાં સમયથી ઓળખું છું, પરંતુ જ્યારે તેમને જાણવા મળ્યું કે મેં ફિલ્મમાં ડબિંગ કરી છે તો તે હેરાન રહી ગયા.
ઘણાં લોકો મને કહેતા પણ હતા કે તમારો અવાજ ઘણો સારો છે, ડબિંગ શા માટે નથી કરતા. એક ડબિંગ કંપની છે જે ખૂબ જ સારી બોલીવુડ ફિલ્મનું ડબિંગ કરે છે અને તેનું નામ છે ડબિંગ છે. હું ત્યાંથી ડબિંગનું કામ શીખ્યો છું. હું પ્રોફેશનલ રીતે ડબિંગ કરતો ન હતો પરંતુ ત્યાંથી શરૂઆત કરી.
બાહુબલીની ભૂમિકાને હિન્દી દર્શકો માટે સહજ બનાવનાર અભિનેતાનું નામ શરદ કેલકર છે. જણાવીએ કે તુલુગુ ફિલ્મની હિન્દી ડબિંગમાં બાહુબલીની ભૂમિકા માટે પોતાનો અવાજ શરદ કેલકરે આપ્યો છે. શરદ જણાવે છે કે, તેમના ફેન્સને વિશ્વાસ જ નથી આવ્યો કે તેમણે બાહુબલીની ભૂમિકા માટે ડબિંગ કર્યું છે. તેમણે જણાવ્યું કે, હું ટાવી પર ઘણાં વર્ષોથી કામ કરું છું.
- - - - - - - - - Advertisement - - - - - - - - -