PICS : દિલીપ કુમારને હોસ્પિટલમાંથી મળી રજા, સાયરા બાનોએ ફેન્સને કહ્યું- આભાર
સાયરા બાનો આગળ લખે છે કે, હું એ ડોક્ટર્સનો પણ આભાર માનું છું, જેમણે સારી સારવાવર આપીને દિલીપ સાહેબને સ્વસ્થ્ય કર્યા. સાથે જ હોસ્ટિપલ સ્ટાપ અને દિલીપ સાહેબના પર્સનલ સહાયકનો પણ આભાર માનું છું જેમણે દિલીપ સાહેબની આટલી સંભાળ રાખી. આગળની સ્લાઈડ્સમાં જુઓ વધુ તસવીરો....
સાયરાએ ટ્વિટ પર લખ્યું, અલ્લાહની દુઆથી લીલાવતી હોસ્ટિપલની એક્સેલેન્ટ ટીમે દિલીહ સાહેબને ઘરે લઈ જવાની મંજૂરી આપી છે. હું દિલીપ સાહબના તમામ ફેન્સનો આભાર માનું છું, સાથે જ એ મિત્રોનો પણ જેમણે દિલીપ સાહેબ માટે પ્રાર્થના કરી.
દિલીપ કુમારને હોસ્પિટલમાં ડિસ્ચાર્જ કર્યા ત્યારની આ તસવીરો છે. રજા મળ્યા બાદ તેમની પત્ની અને જાણીતી અભિનેત્રી સાયરા બાનોએ પણ ટ્વિટ પર ખુશી જાહેર કરી હતી.
તમને જણાવીએ કે આ ત્રીજા વખત છે જ્યારે દિલીપ કુમારને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હોય. આ પહેલા વર્ષ 2016ની એપ્રિલમાં તાવ અને ગભરામણને કારણે દિલીપ કુમારને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્ય હતા.
ઉલ્લેખનીય છે કે, દિલીપ કુમારને કિડનીમાં પરેશનાની કારણે 2 ઓગસ્ટના રોજ મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યારે લીલાવતી હોસ્પિટલનું માનીએ તો દિલીપ કુમારનું સ્વાસ્થ્ય હવે સામાન્ય છે.
દિલીપ કુમારના ફેન્સ માટે 9 ઓગસ્ટના દિવસે મોટા ખુશખબર આવ્યા છે. દિલીપ કુમારને 9 ઓગસ્ટના રોજ એક સપ્તાહ બાદ મુંબઈની લીલાવતી હોસ્પિટલમાંથી રજા મળી છે.