સાચો પ્રેમ શું હોય છે તે સાયરા અને દિલીપ કુમારની જોડીને જોતાં જ થાય છે. સાયરા બાનોએ હંમેશા પતિ ધર્મ નિભાવ્યો છે. લગ્નના અનેક વર્ષો બાદ પણ તે દિલીપ કુમારનો પોતાના કરતાં વધારે ખ્યાલ રાખે છે. આ દરમિયાન દિલીપ કુમારના તબિયત ખરાબ હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. સાયરા બાનોએ ખુદ દિલીપ કુમારનું હેલથ અપડેટ આપ્યું છે.

સાયરાએ કહ્યું, દિલીપ કુમાર હાલમાં ઘણાં કમજોર છે અને તેમની ઇમ્યૂનિટી ખુબજ ઓછી થઇ ગઇ છે. તેણે આ દરમિયાન આ પણ કહેવામાં આવ્યું છે કે, તે કંઇ એટલે દિલીપ કુમારનું ધ્યાન નથી રાખતી કે તેમનાં પર કોઇ દબાણ છે. તે તેમનું ધ્યાન એટલે રાખે છે કારણ કે તે દિલીપ કુમારને પ્રેમ કરે છે. અને તેમને દિલીપ કુમારનું ધ્યાન રાખવું ગમે છે.

સાયરા બાનોએ એક અંગ્રેજી દૈનિકને  જણાવ્યું, 'કોઇ મારા વખાણ કરે તેવો હેતુ નથી.   હું એક ડેડિકેટેડ પત્ની છું. તે હાલમાં ઘણાં કમજોર છે. અને તેમની ઇમ્યુનિટી ઓછી થઇ ગઇ છે. ઘણી વખત તે હોલ સુધી ચાલીને આવે છે પછી પરત તેમનાં રૂમમાં જતા રહે છે. તેમનાં સારા સ્વાસ્થ્ય માટે દુઆ કરો.'

આ વર્ષે દિલીપ કુમારે તેમનાં બે ભાઇઓને કોરોનાને કારણે ગુમાવ્યા છે. એવામાં બંનેએ 11 ઓક્ટોબરનાં તેનાં લગ્નની વર્ષગાંઠ ઉજવી નહોતી. જોકે તેણે સોશિયલ મીડિયા પર લખ્યું હતું કે, આ દિવસ મારી જિંદગીનો સૌથી ખૂબસુરત દિવસ છે. આ દિવસે દિલીપ કુમાર સાહેબે મારી સાથે લગ્ન કરીને સપનું પૂરું કર્યું હતું.



.