મુંબઈ: બોલીવૂડ અભિનેતા દિલીપ કુમારે જણાવ્યું કે તેમને કોરોના વાયરસના ઇન્ફેક્શનથી બચવા માટે સંપૂર્ણપણે આઇસોલેશનમાં રાખવામાં આવ્યા છે. તેમણે લખ્યું, કોરોના વાઇરસના ફેલાવાને કારણે હું હાલ સંપૂર્ણપણે આઇસોલેશનમાં છું. સાયરા પૂર્ણ તકેદારી રાખી રહી છે કે મને કોઈપણ ઇન્ફેક્શન ન લાગે.' ઉલ્લેખનીય છે કે કોરોના વાયરસના કારણે સમગ્ર વિશ્વમાં ભય ફેલાયેલો છે. સરકાર દ્વારા લોકોને ઘરમાં રહેવા જ સલાહ આપવામાં આવી છે.



બોલીવૂડ અભિનેતા દિલીપ કુમારે અન્ય એક ટ્વિટમાં લોકોને પણ સુરક્ષિત રહેવા અપીલ કરી હતી. તેમણે કહ્યું, બને ત્યાં સુધી ઘરની અંદર જ રહો. હેલ્થ ડિપાર્ટમેન્ટની ગાઇડલાઇન્સને ફોલો કરો. લોકોને મળવાનું ટાળો અને પોતાને સુરક્ષિત રાખો.

કોરોના વાયરસના કારણે હાલ તો બોલીવૂડમાં પણ તમામ ફિલ્મો અને સીરિયલના શૂટિંગ બંધ કરવામાં આવ્યા છે. બોલીવૂડ સેલેબ્સ પણ સોશિયલ મીડિયા પર વીડિયો શેર કરી લોકોને કોરોનાની બચવા માટે સલાહ આપી રહ્યા છે.

ભારતમાં કોરોના વાયરસની અસર વધુ તીવ્ર બની છે. તાજા સમાચાર પ્રમાણે ભારતમાં કોરોના વાયરસના કારણે ત્રીજા વ્યક્તિએ જીવ ગુમાવ્યો છે. ભારતમાં કોરોનાના કારણે ત્રીજુ મોત થયાના રિપોર્ટ છે. અગાઉ બે મોતના બે કેસો સામે આવી ચૂક્યા છે.