નવી દિલ્હીઃ બોલિવૂડ એક્ટર અને સેલ્ફ ક્લેમ ફિલ્મ ક્રિટિક કેઆરકે પોતાના ટ્વીટ્સને લઈને હંમેશા ચર્ચામાં રહે છે. વિશ્વબરમાં વિકરાળરૂપ લઈ ચૂકેલ કોરોના વાયરસને લઈને કેઆરકે ટ્વીટ કરીને ફરી એક વખત કંઈક એવું લખ્યું છે જે બાદ લોકો તેને ખૂબ ટ્રોલ કરી રહ્યા છે.

કેઆરકેએ પોતાના ટ્વીટમાં લખ્યું, ‘મારું ઘું 100 ટકા કોરોના વાયરસ ફ્રી છે. જો તમે આ વાયરસથી બચવા માટે સુરક્ષિત જગ્યા શોધી રહ્યા છો તો મારા ઘરે આવીને રહી શકો છો.’તેમણે પોતાના આ ટ્વીટની સાથે એક લક્ઝરી વિલાની તસવીર મુકી છે. જેને જોઈને લોકો રિટ્વીટ કરતા અલગ અલગ રીતે કમેન્ટ્સ કરી રહ્યા છે.



એક યૂઝરે કેઆરકેને ટ્રોલ કરતાં લખ્યું મારી શંકા સાચી જ હતી. આ મોટો ફેકુ નીકળ્યો. કેઆરકેએ જે વિલાની તસવીર શેર કરી છે તેને પોતાનું ઘર ગણાવ્યું છે. યૂઝરે પણ એ વિલાની તસવીર શેર કરી છે, આ તસવીરમાં આ વિલા દુબઈમાં બતાવવામાં આવ્યો છે. જ્યારે એક અન્ય યૂઝરે લખ્યું કે અમે કોરોના વાયરસથી તો બચી  જશું પરંતુ તેનાથી મોટો વાયરસ કેઆરકેથી કેવી રીતે બચીશું.

અનેક લોકો આ ઘરની તસવીરોને ફેક કહી રહ્યા છે અને તસવીરો ગૂગલથી લેવામાં આવી છે. શાહરુખ ખાનના ‘મન્નત’ની જેમ જ કમાલ રાશિદ ખાન પાસે પણ પોતાનો બંગલો છે. જેનું નામ તેણે ‘જન્નત’ રાખ્યું છે.