મુંબઈ: બોલિવૂડની જાણીતી અભિનેત્રી ડિમ્પલ કાપડિયાની માતા બેટ્ટી કાપડિયાનું 80 વર્ષની વયે શનિવારે મુંબઈની એક હોસ્પિટલમાં નિધન હતું. બેટ્ટી કાપડિયા થોડા દિવસ પહેલા શ્વાસ લેવાની તકલીફ થતાં હિંદુજા હોસ્પિટલમાં દાખલ કરાયા હતા.

ઉલ્લેખનીય છે કે હાલમાં જ ડિપ્લ કાપિડાયની પુત્રી ટ્વિંકલ અને અક્ષય કુમાર તથા અન્ય સંબંધીઓને ઘણીવાર હિંદુજા હોસ્પિટલની બહાર નજર આવ્યા હતા. એવામાં ખુદ ડિપ્લ કાપડિયાને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કર્યાની અફવાઓ જોર પકડ્યું હતું. જેના બાદે ડિમ્પલે આ વાતની જાણકાર આપી હતી કે તેમની માતા હોસ્પિટલમાં દાખલ છે.


થોડા દિવસો પહેલા જ બેટ્ટીની પૌત્રી ટ્વિંકલ ખન્નાએ લોનાવાલામાં પોતાની નજીકના સંબંધીઓ સાથે બેટ્ટીનો જન્મ દિવસ ઉજવ્યો હતો. જેની તસવીર પણ સોશિયલ મીડિયા પર શેર કરી હતી.