હિન્દુ-મુસ્લિમ 15 દિવસ ન્યૂઝ ચેનલ જોવાનું છોડી તો બન્નેમાં પ્રેમ થઈ જશે, જાણો ક્યા ડિરેક્ટર કર્યું આ નિવેદન
ત્રણ ઓગસ્ટે રિલીઝ થનાર ફિલ્મ 'મુલ્ક' એક એવા મુસ્લિમ પરિવારની સ્ટોરી છે જેનો એક સભ્ય આતંકવાદમાં સામેલ થઈ જાય છે. બનારસના એક મોહલ્લામાં રહેતો મુસ્લિમ પરિવાર સમાજમાંથી તેમના વિરોધમાં ઉઠેલા સૂર અને નફરતનો સામનો કરવાની જદ્દોજહદમાં પડી જાય છે. પોતાના પર લાગેલ દેશદ્રોહીના દાગને ધોવાના સંઘર્ષની સ્ટોરી છે આ ફિલ્મ.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appતે માટે સિન્હા મીડિયા અને સોશિયલ મીડિયાને જવાબદાર ઠેરવતા સલાહ આપે છે કે, જો જનતા ન્યૂઝ ચેનલ અને સોશિયલ મીડિયાથી સંબંધ તોડી નાંખે તો પ્રેમનો વરસાદ વરસવામાં વધારે વાર લાગશે નહી.
અનુભવ સિન્હાનું માનવું છે કે, એકપણ ધર્મ ખરાબ નથી, જો એકબીજા પર વિશ્વાસ કરવામાં આવે અને એકબીજાની નિયત પર શક કરવામાં ન આવે તો 70 વર્ષની નફરતને 70 કલાકમાં પ્રેમમાં પરિવર્તિત કરી શકાય છે. સિન્હા કહે છે, 'આ દેશમાં ના હિન્દુ દંગા ઈચ્છે છે ના મુસ્લિમો, માત્ર જૂજ માણસો છે જે આ બંનેને ઝઘડતા જોવા ઈચ્છે છે કેમ તેમાં તેમનો ફાયદો છે.'
તેમણે કહ્યું કે, કવિ અને ગીતકાર ગોપાલ દાસ નીરજે એક નઝ્મ લખી હતી, 'અબ કોઈ મજહબ એસા ભી ચલાયા જાયે, જિસમે ઈનસાન કો ઈનસાન બનાયા જાય'.
નવી દિલ્હીઃ સમાજમાં ફેલાયેલ નફરત, પોતાના દેશને પ્રેમ ન કરવાનો તિરસ્કાર અને સોશિયલ મીડિયા પર અફવાઓથી બજાર સામાન્ય મુસ્લિમને સ્પર્શતી ફિલ્મ ‘મુલ્ક’ના ડાયરેક્ટર અનુભવ સિન્હાનું માનવું છે કે, હિન્દુ અને મુસલમાન બન્ને પોતાના ધર્મ અને દેશને પ્રેમ કરે છે, પરંતુ તેમને તે (દેશભક્તિ) સાબિત કરવા માટે મજબૂર ન કરવામાં આવે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -