'સંજુ'નું મોટુ રાજ ખુદ ડાયરેક્ટરે જ ખોલ્યુ, કહ્યું- ફિલ્મના કેટલાક સીન ખોટા છે, છેલ્લે આ સીન કરાયો એડ
કમાણીની વાત કરીએ તો 'સંજુ' વર્ષ 2018માં રિલીઝ થયેલી ફિલ્મોની ટૉપ 10 લિસ્ટમાં સામેલ છે. ફિલ્મએ ભારતમાં 341 કરોડ 22 લાખ રૂપિયાની કમાણી કરી લીધી હતી. ફિલ્મએ સલમાન ખાનની એક થા ટાઇગર અને આમિર ખાનની 3 ઇડિયટ્સ જેવી ફિલ્મોના રેકોર્ડ તોડી નાંખ્યા હતા.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમુંબઇઃ બૉલીવુડ બૉક્સ ઓફિસ પર તાબડતોડ કમાણી કરનારી સંજય દત્તની બાયૉપિક ફિલ્મ 'સંજુ' વિશે ફિલ્મ ડાયરેક્ટર રાજકુમાર હિરાનીએ એક મોટા સિક્રેટ ઉપરથી પડદો હટાવી લીધો છે. હિરાનીએ જણાવ્યુ કે, ફિલ્મ 'સંજુ'માં વાસ્તવિક કહાની કરતાં પણ વધારાનો ભાગ જોડવામાં આવ્યો છે. નિર્દેશકે જણાવ્યું કે સંજય દત્ત પ્રત્યે ફેલાયેલી નફરતની ભાવનાઓને સહાનુભૂતિમાં ફેરવવાના ઉદેશ્યથી આવું કરવામાં આવ્યું.
દિગ્દર્શકે જણાવ્યુ કે આ પછી ફિલ્મમાં કેટલાક ભાગો જોડવામાં આવ્યા હતા જે તેના શરૂઆતી એડિટેડ વર્ઝનમાં ન હતા.
ઉદાહરણ તરીકે, ફિલ્મમાં કોર્ટનો ફેંસલો આવ્યા બાદ, સંજુ પોતે આત્મહત્યા કરવાની કોશિશ કરતો હતો, તો આ સીન શરૂઆતી એડિટેડ વર્ઝનમાં ન હતો. આને પછીથી ફિલ્મમાં જોડવામાં આવ્યો.
એક રિપોર્ટ અનુસાર, ફિલ્મના શરૂઆતી એડિટેડ વર્ઝનને વાસ્તવિક કહાની મુજબ જેવી હતી તેવી જ રાખવામાં આવી હતી, પણ તેને લોકોએ પસંદ ના કરી. ત્યારે રાજકુમારને એવુ લાગ્યુ કે સંજુ કહાનીનો નાયક છે અને આપણે તેના પ્રત્યે સહાનુભુતિ રાખવી જોઇએ.
- - - - - - - - - Advertisement - - - - - - - - -