રંગીન મિજાજી ડોક્ટરે મહિલાને સ્ટ્રેચર પર સુવડાવી અને તેની સાથે શું કર્યું, જાણો વિગત
ડોક્ટર પ્રેમનાથે મહિલાને ચેકઅપના બહાને સ્ટ્રેચર સુવડાવી હતી અને રંગીન મિજાજી ડોક્ટરે મહિલા સાથે તેની મરજી વિરુદ્ધ શરીર પર હાથ ફેરવીને અડપલાં કર્યાં હતાં. જેના કારણે મહિલાએ બૂમાબૂમ કરી હતી. બૂમો પાડતાં જ લોકોનું ટોળું દોડી આવ્યું હતું.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમહિલાએ લોકોને આ વાત કરતાં જ લોકો ડોક્ટરને મથીપાક ચખાડ્યો હતો તેવું જાણવા મળ્યું હતું. ત્યાર બાદ ડોક્ટર પ્રેમનાથને પોલીસ સ્ટેશન લઇ જઇને પોલીસને સોંપ્યો હતો. ડોક્ટર પ્રેમનાથ ગુપ્તા વિરૂદ્ધ વેજલપુર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધીને પોલીસે આગળની કાર્યવાહી કરી હતી.
કાલોલ તાલુકાના અડાદરા ગામે આવેલ જયંતિ હોસ્પિટલમાં ગોધરાના પ્રેમનાથ લક્ષ્મીનારાયણ ગુપ્તા છેલ્લા કેટલાક સમયથી ફરજ બજાવે છે. આ ડોક્ટર રંગીન મિજાજી હોવાના કારણે અવાર-નવાર મહિલાઓની છેડતી કરતો તેની ઘણીવાર ચર્ચા પણ થતી હતી.
ડોક્ટરનો વધુ એક કિસ્સો સામે આવતાં ચારેબાજુ અરેરાટી વ્યાપી ગઈ છે. આ ઘટનામાં હાલોલ તાલુકાની મહિલાને તાવ આવતાં તે સારવાર માટે જયંતિ હોસ્પીટલ ખાતે ગઈ હતી. ત્યારે આ ઘટના બની હતી.
કાલોલ: અડાદરા ગામે એક ડોક્ટરનો કિસ્સો સામે આવ્યો છે જેના હાલ સમગ્ર વિસ્તારમાં ચર્ચા ચાલી રહી છે. ડોક્ટરે મહિલા દર્દીને સ્ટ્રેચર પર સુવડાવી તેની મરજી વિરુદ્ધ શારિરીક અડપલાં કર્યાં હતા. આ ઘટનાને પગલે મહિલાએ ડોક્ટરનો વિરોધ કરી બૂમાબૂમ કરી મૂકતા લોકોનો ટાળાં ભેગા થયા હતા અને લોકોએ ડોક્ટરને બરાબરનો મેથીપાક ચખાડ્યો હતો. આ ઘટનાની ફરિયાદ વેજલપુર પોલીસ સ્ટેશનમાં કરવામાં આવી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -