આ બોલિવૂડ એક્ટ્રેસે શેર કરી બોલ્ડ તસવીર, ફેન્સ બોલ્યા- ‘દીદી એક્ઝામ ચાલે છે’
abpasmita.in | 29 Nov 2019 01:55 PM (IST)
દિશા પટનીએ બ્લેક બિકિનીમાં એક તસવીર પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પોસ્ટ કરી છે.
મુંબઈઃ બોલિવૂડ એક્ટ્રેસ દિશા પટની પોતાના ગ્લેમરસ લુકને કારણે હંમેશા ચર્ચામાં રહે છે. દિશા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. જ્યારે હવે દિશાએ એક તસવીર પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કરી ફેન્સનું ધ્યાન પોતાના તરફ ખેંચ્યું છે. પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર દિશા મોટેભાગે પોતાની ગ્લેમરસ અને બોલ્ડ તસવીર પોસ્ટ કરતી રહે છે. જ્યારે હવે દિશાએ આવી જ એક બોલ્ડ તસવીર પોસ્ટ કરી છે, જેમાં તેના ફેન્સની નજર તેના પર જ ટકી ગઈ છે. દિશા પટનીએ બ્લેક બિકિનીમાં એક તસવીર પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પોસ્ટ કરી છે. આતસવીરમાં દિશાનો બોલ્ડ અંદાજ જોવા મળી રહ્યો છે. આ તસવીરમાં જોવા મળી શકે છે, દિશા પૂલ કિનારે બેઠી રિલેક્સ કરી રહી છે. આ તસવીર શૅર કરતાની સાથે જ વાયરલ થઇ ગઇ છે. અને તનાં પર ખૂબ બધી કમેન્ટ્સ પણ થઇ રહી છે. દિશાનાં આ બૉલ્ડ અવતાર પર સોશિયલ મીડિયા પર હાજર ફેન્સ ક્રેઝી થઇ રહ્યાં છે. દિશાનાં વર્ક ફ્રન્ટની વાત કરીએ તો તે આગામી સમયમાં 'મલંગ'માં નજર આવશે. આ ફિલ્મમાં તે આદિત્ય રોય કપૂર સાથે નજર આવશે. આ ઉપરાંત તેની પાસે એકતા કપૂરનાં ડિરેક્શનમાં બની રહેલી ફિલ્મ 'KTina' છે. આ ફિલ્મમાં દિશા પોતે એકતા કપૂરનાં પાત્રમાં નજર આવશે.