મહારાષ્ટ્રઃ કોંગ્રેસ-NCP બન્નેમાંથી બનશે ડેપ્યૂટી સીએમ, સત્તાનો નવો ફૉર્મ્યૂલા આવ્યો સામે
abpasmita.in | 29 Nov 2019 11:57 AM (IST)
સત્તાના નવા ફૉર્મ્યલામાં કોંગ્રેસ-NCP બન્નેને ડેપ્યૂટી સીએમ પદ મળશે અને સ્પીકરનુ પદ એનસીપીના ખાતામાં જઇ શકે છે
મુંબઇઃ મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રી તરીકે ઉદ્વવ ઠાકરેએ શપથ ગ્રહણ કરી લીધા, હવે તેમને સાથ આપનારા સાથી પક્ષો કોંગ્રેસ-NCPને લઇને એક ખાસ સમાચાર સામે આવ્યા છે. મહારાષ્ટ્રમાં સત્તાની વહેંચણીમાં હવે નવો વળાંક આવ્યો છે, સુત્રો અનુસાર મહારાષ્ટ્રમાં કોંગ્રેસ-NCP બન્નેમાંથી એક એક ડેપ્યૂટી સીએમ બનશે. સુત્રો અનુસાર, મહારાષ્ટ્રમાં સત્તાની વહેંચણીને લઇને પેંચ ફસાયેલો છે, હવે રાજ્યમાં ઉપમુખ્યમંત્રી કોંગ્રેસ-NCP બન્નેમાંથી એક એક બનશે. જોકે, સ્પીકરના નામને લઇને હજુ સુધી કોઇ નિર્ણય લઇ શકાયો નથી. એક રિપોર્ટ પ્રમાણે, સત્તાના નવા ફૉર્મ્યલામાં કોંગ્રેસ-NCP બન્નેને ડેપ્યૂટી સીએમ પદ મળશે અને સ્પીકરનુ પદ એનસીપીના ખાતામાં જઇ શકે છે. એસનસીપી તરફથી ડેપ્યૂટી સીએમ તરીકે અજીત પવારનુ નામ સૌથી આગળ છે.