દિશા પટ્ટણીએ 1.3 કરોડની કિંમત વાળી મોંઘી Range Rover Sport SUV કાર ખરીદી છે
Created with GIMP
મુંબઇઃ બૉલીવુડ સેલેબ્સ દ્વારા મોંઘી કાર ખરીદવાના સમાચારો અવારનવાર આવતા રહે છે, કેટલાય સ્ટાર્સ મોંઘી કાર ખરીદી ચૂક્યા છે. હવે આ લિસ્ટમાં બૉલીવુડની હૉટ એક્ટ્રેસ દિશા પટ્ટણીનુ નામ પણ જોડાઇ ગયુ છે. દિશા પટ્ટણી તાજેતરમાંજ એક મોંઘી લક્ઝરી કાર ખરીદી છે. દિશા પટ્ટણીએ 1.3 કરોડની કિંમત વાળી મોંઘી Range Rover Sport SUV કાર ખરીદી છે. આની તસવીર ખુદ દિશાએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે. આ કાર પેટ્રૉલ વેરિએન્ટ સાથે એચએસઇ મૉડલ વાળી છે. જોકે, કાર 3.0 લીટર પેટ્રૉલ વેરિએન્ટની છે છે પછી 2.0 લીટર, તેના વિશે હજુ કોઇ માહિતી સામે આવી નથી. Range Roverનો બૉલીવુડ સેલિબ્રિટીમાં ખુબ ક્રેઝ છે. બૉલીવુડના દિગ્ગજોમાં અમિતાભ બચ્ચન, શાહરૂખ ખાન, સંજય દત્ત, સલમાન ખાન, આલિયા ભટ્ટ જેવા સ્ટાર્સની પાસે રેન્જ રૉવર કાર છે. હવે આ લિસ્ટમાં હવે દિશા પટ્ટણીનુ નામ પણ જોડાઇ ગયુ છે.