દિશા પટણીએ ટાઇગર શ્રોફ સાથેના રિલેશનને લઈને પ્રથમ વાર તોડ્યું મૌન, જાણો શું કહ્યું?
મુંબઇ: ટાઇગર શ્રોફ અને દિશા પટણીના અફેરની ખબરો આવતી રહે છે. પરંતુ બન્નેએ ક્યારેય પોતાના રિલેશન અંગે જાહેરમાં સમર્થન નથી આપ્યું. પરંતુ હાલમાંજ દિશાએ બન્નેના રિલેશન પર મૌન તોડ્યું છે.
દિશાએ આગળ કહ્યું, ‘લોકો અમારા વિશે લખે છે કારણ કે તેમનું કામ લખવાનું છે. જેથી હું કોઈને કંઇ પણ નથી કહેતી કારણ કે હું કઇની પેટ પર લાત મારવા નથી માંગતી. તેમને તેમનું કામ કરવા દો અને અમે અમારું કામ કરીશું.’
પોતાના રિલેશનને લઈને દિશા પટણીએ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું કે, ‘મને ખબર છે કે ઇડસ્ટ્રીમાં અમારી ઘણી ચર્ચા થતી રહે છે કે અમારી વચ્ચે કંઈક ચાલી રહ્યું છે. પરંતુ હું એક વાત પૂછવા માંગું છું કે માત્ર એક સાથે દેખાવાથી શું તમે તેને ડેટ કહેશો? શું કઇ બે મિત્ર સાથે ચિલ આઉટ કરવા કે કંઇક ખાવા કે કોફી પર નથી જઇ શકતા?’
જણાવી દઇએ કે, થોડા સમય પહેલા ટાઇગર અને દિશાની ફિલ્મ ‘બાગી-2’ રિલીઝ થઈ હતી. ફિલ્મ બોક્સ ઓફિસ પર ખૂબજ હિટ પણ થઈ હતી. આ બન્નેની જોડીને દર્શકોએ ખૂબ પસંદ કરી હતી.