રીતિક રોશને ફ્લર્ટ કર્યુ હોવાની વાત પર દિશા પટ્ટનીએ આપી સ્પષ્ટતા, જાણો શું કહ્યું
નવી દિલ્હીઃ ટાઇગર શ્રોફની ખાસ ગર્લફ્રેન્ડ દિશા પટ્ટનીએ એક નિવેદન આપીને મીડિયામાં ચાલી રહેલી ખબરોને અફવા ગણાવી છે. છેલ્લા બે-ત્રણ દિવસથી દિશા પટ્ટણી અને રીતિક રોશન વચ્ચે અણબન થઇ હોવની વાત વહેતી થઇ હતી, અને આ કારણ દિશાએ ફિલ્મ પણ છોડી દીધી હોવાની વાત ચર્ચામાં આવી હતી. હાલમાં જ દિશા પટ્ટણીએ ટાઇગર શ્રોફ અને રીતિક રોશનની સાથે બની રહેલી ફિલ્મ દિશા પટ્ટણીએ છોડી દીધી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજોકે, હવે દિશાએ સ્પષ્ટતા કરતાં કહ્યું કે, સેટ પર તેની રીતિક સાથે ખાસ વાતચીત નથી થતી, પણ જેટલી વાત થઇ છે તે પ્રમાણે રીતિક બહુજ શાલીન અને સારો માણસ છે. તેને એમ પણ કહ્યું કે, મારી જે લોકો સાથે કામ કરવાની ઇચ્છા છે, તેમાં રીતિક રોશન પણ સામેલ છે, અને તેનું નામ સૌથી ઉપર છે.
સુત્રો અનુસાર, રીતિકે દિશા સાથે ફ્લર્ટ કરવાની કોશિશ કરી, તેને એક નજીકના મિત્રને મેસેજ કરીને દિશાને ડેટ પર જવા માટે પુછ્યુ હતું, આ વાત દિશાને ગમી નહીં તેના કારણે તે રીતિક રોશનથી નારાજ થઇ ગઇ હતી.
રિપોર્ટ્સ એવા છે કે, રીતિકે દિશા પટ્ટણી સાથે ખરાબ વર્તન કર્યું. દિશા પટ્ટણીએ રીતિક રોશનનો એક મેસેજ મિત્ર ટાઇગર શ્રોફ સાશે શેર કર્યો અને પછી આ બધી વાતો ઉડી હતી. યશરાજ ફિલ્મ્સએ તાજેતરમાં જ ટાઇગર શ્રોફ અને રીતિક રોશનની સાથે એક એક્શન થ્રિલર ફિલ્મ શરૂ કરી છે અને કહેવાઇ રહ્યું છે કે આ ફિલ્મમાં હીરોઇન તરીકે દિશા પટ્ટણીને એપ્રૉચ કરવામાં આવી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -