ટેસ્ટમાં ઈંગ્લેન્ડનો આ ખેલાડી સૌથી વધુ વિકેટ લઈને બનાવશે વર્લ્ડ રેકોર્ડ, જાણો ક્યા ખેલાડીને પછાડશે?
ગ્લેન મેકગ્રાએ કહ્યું હતું કે, હું હંમેશા કહેતો આવ્યો છું કે, જેમ્સ એન્ડરસન પાસે ક્લાસ છે. તે બોલને બંન્ને તરફ સ્વિંગ કરવામાં માહીર છે. વર્ષ 2006-2007માં ઇંગ્લેન્ડ વિરૂદ્ધ મારી છેલ્લી ટેસ્ટ સીરિઝ દરમિયાન મેં એન્ડરસનની બોલિંગને જોઈ હતી. તેની બોલિંગની કળા ખુબ જ સરસ છે. એન્ડરસન સિવાય મને વસીમ અકરમનું નામ જ મારા મગજમાં આવે છે. તે પણ ખુબ જ સારી બોલિંગ કરતો હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appએન્ડરસનની આ ઉપલબ્ધીની ખુબ જ નજીક પહોંચવા પર ગ્લેન મેકગ્રાએ કહ્યું હતું કે, જેમ્સ એન્ડરસનનો મારો રેકોર્ડ તોડવામાં માત્ર થોડા દિવસો જ બાકી છે. જે દિવસે તે આ રેકોર્ડને તોડશે. ત્યારે હું તેને જરૂરથી શુભેચ્છા આપીશ. મને વિશ્વાસ છે કે એક દિવસ તે મારો રેકોર્ડ તોડી નાંખશે અને તેના રેકોર્ડને કોઈ તોડી શકશે નહીં.
મેકગ્રાએ વર્ષ 2007માં ક્રિકેટથી સંન્યાસ લીધો હતો. પરંતુ આ પહેલા તે પોતાના ટેસ્ટ કરિયરમાં 563 વિકેટ લઇ ચૂક્યો છે. જેમ્સ એન્ડરસન પાસે તક છે ચોથી ટેસ્ટમાં સાત વિકેટ લઈ તેમના રેકોર્ડને તોડવાનો.
જેમ્સ એન્ડરસને 2003થી લઈને 2018 સુધીમાં 141 ટેસ્ટ મેચ રમ્યો છે. જેમાં 557 વિકેટ ઝડપી છે. જો ભારત સામે આગામી ટેસ્ટમાં 7 વિકેટ ઝડપી લેશે તો તે ટેસ્ટ ક્રિકેટમાં સૌથી ફાસ્ટ બોલર બનવાનો ઈતિહાસ રચશે.
36 વર્ષિય જેમ્સ એન્ડરસલન પોતાના ટેસ્ટ કરિયર દરમિયાન 557 વિકેટ લઈ ચૂક્યો છે. ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધારે વિકેટ લેનાર ઝડપી બોલર બનવાથી તે માત્ર સાત વિકેટ દૂર છે. ટેસ્ટ ક્રિકેટમાં ઝડપી બોલર દ્વારા સૌથી વધારે વિકેટો લેવાનો રેકોર્ડ ઓસ્ટ્રેલિયાના પૂર્વ દિગ્ગજ બોલર ગ્લેન મેકગ્રાના નામે છે.
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ સીરિઝ દરમિયાન જેમ્સ એન્ડરસનએ ધાર અને ઝડપ સાથે ભારતીય બેટ્સમેનોને ખુબ જ પરેશાનીમાં મૂક્યા હતાં. લોર્ડસ ટેસ્ટમાં એન્ડરસને નવ વિકેટો લઈ ભારતીય ટીમની કમર તોડી નાંખી અને જીતમાં મહત્વપૂર્ણ ફાળો આપ્યો હતો. 30 ઓગસ્ટે શરૂ થનાર ચોથી ટેસ્ટ મેચમાં એન્ડરસન પાસે ઇતિહાસ રચવાની તક છે. તે સાઉથૈંપ્ટન ટેસ્ટ મેચમાં સાત વિકેટ લઇ ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધારે વિકેટો લેનાર ઝડપી બોલર બની શકે છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -