એક્ટ્રેસે ખુલાસો કર્યો કે એકવાર ટ્રેનિંગ દરમિયાન તે એટલી ઘાયલ થઈ ગઈ કે તેને માથા પર ગંભીર ઈજા પહોંચી હતી. જેના કારણે છ મહિના સુધી તેની યાદશક્તિ પણ જતી રહી હતી. આ વાતનો ખુલાસો એક્ટ્રેસે એક વેબસાઈટ સાથે વાતચીત દરમિયાન કર્યો. આ ઈજામાંથી બહાર આવતા ઘણા મહિનાઓ લાગ્યા હતા.
દિશાએ જણાવ્યું કે, તે દર અઠવાડિયે જિમ્મનાસ્ટિક અને MMA માટે પ્રેક્ટિસ કરતી રહે છે. સાથે જ તેણે કહ્યું કે આજે તે જે કંઈ પણ છે તે આના કારણે છે. તમે એક સમયે એવા બની જાવ છો જે ક્યાંક પહોંચવા માટે પોતાના ઘૂંટણ અને હાડકા તોડવા માટે તૈયાર થઈ જાય છે.