ટીમ રેંકિંગની વાત કરીએ તો ભારત પ્રથમ સ્થાને છે, ત્યારબાદ બીજા સ્થાને ન્યૂઝીલેન્ડ અને ત્રીજા સ્થાને સાઉથ આફ્રિકા છે. ઈંગ્લેન્ડ અને ઑસ્ટ્રેલિયા ક્રમશ: ચોથા અને પાંચમા સ્થાને છે.
ટેસ્ટ બોલર્સની યાદીમાં ટૉપ 10માં બે ભારતીય બોલર્સ શામેલ છે. રવીન્દ્ર જાડેજા છઠ્ઠા અને રવિચન્દ્રન અશ્વિન 10મા ક્રમે છે. ઑસ્ટ્રેલિયાનો પેટ કમિન્સ હાલ દુનિયાનો નંબર 1 ટેસ્ટ બોલર છે જ્યારે બીજા સ્થાને રહેલો જેમ્સ એન્ડરસન તેનાથી 16 અંક પાછળ છે.
સાઉથ આફ્રિકાનો કાગિસો રબાડા ત્રીજા ક્રમાંકે છે. ટેસ્ટ ઓલરાઉન્ડર્સમાં ભારતનો રવીન્દ્ર જાડેજા ત્રીજા ક્રમે છે. વેસ્ટ ઇન્ડિઝનો સુકાની જેસન હોલ્ડર પ્રથમ તથા બાંગ્લાદેશના શાકિબ અલ હસન બીજા સ્થાને છે.