મુંબઈઃ દિશા પટની પોતાની ફેશન અને સ્ટાઇલ માટે જેટલી ફેમસ છે એટલી જ એ પોતાની ફિટનેસ માટે પણ જાણીતી છે. દિશા મોટાભાગે દરેક ઇવેન્ટમાં પોતાના સ્ટાઇલિશ અવતાર માટે ચર્ચામાં આવતી પણ રહી છે. પરંતુ સોશિયલ મીડિયા પર મોટાભાગે એને એના ડ્રેસિંગ માટે ટ્રોલ કરી દેવામાં આવે છે. પરંતુ દિશા એવા ટ્રોલિંગ પર ક્યારેય વધારે ધ્યાન આપતી નથી. પણ હાલમાં જ કંઇક તેવું થયું કે દિશાને જવાબ આપવો પડ્યો. હાલમાં જ દિશા મલંગમાં બોલ્ડ અને સ્ટાઇલિશ લૂકમાં નજરે પડી હતી. અને તે પછી ટાઇગર શ્રોફ અને શ્રદ્ઘા કપૂરની ફિલ્મ બાગી 3માં ડૂ યૂ લવ મી ગીતમાં પણ તેનો આવો જ બોલ્ડ અંદાજ નજરે પડ્યો હતો.

એક મીડિયા સાથે વાત કરતાં દિશાએ ટ્રોલર્સ પર જણાવ્યું કે જ્યારે શરૂઆતમાં મને ટ્રોલ કરવામાં આવતી હતી ત્યારે મને ખૂબ જ ખરાબ લાગતું હતું. પણ હવે તેવું નથી. દિશાએ કહ્યું કે હવે હું આ બધાથી ઉપર ઉઠી ગઇ છું. હવે ટ્રોલર્સ મને શું કહે છે તેનાથી મને કોઇ ફરક નથી પડતો. અને ના જ હું તેમના ટ્રોલ પર રિએક્ટર કરું છું. હવે મને તેમની કોમેન્ટ પર પણ ખોટું નથી લાગતું.



વધુમાં દિશાએ કહ્યું કે હું એક વાત સ્પષ્ટ કરવા માંગુ છું કે હું કપડાં મારી મરજીથી પહેરું છું. પોતાના માટે પહેરું છું. નહીં કે ટ્રોલર્સ માટે, તો પછી ટ્રોલર્સને હું કેમ સીરિયસલી લઉં?

વર્ક ફંટની વાત કરીએ તો દિશા બહુ જલ્દી સલમાન ખાનની ફિલ્મ રાધેમાં નજરે પડશે. વળી દિશા કહ્યું કે તે શાહરૂખ ખાનની પણ બહુ મોટી ફેન છે. અને શાહરૂખ ખાન સાથે તેને નાનકડો રોલ કરવા મળે તો પણ તે ખુશીથી કરશે.