કોરોના વાયરસના કારણે દેશમાં બીજુ મોત-
મૃતક મહિલા પશ્ચિમી દિલ્હીની રહેવાસી હતી જેને તાવ અને ઉધરસની ફરિયાદ બાદ દિલ્હીની રામ મનોહર લોહિયા હોસ્પિટલમાં દાખલ કરાઈ હતી. મૃતક મહિલા પોતાના દિકરાના સંપર્કમં આવી હતી જે ઈટલી અને સ્વિટ્ઝરલેન્ડની યાત્રા કરી 23 ફેબ્રુઆરીએ પરત આવ્યો હતો અને કોરોનાની સંક્રમિત હતો. મહિલા પહેલેથી જ ડાયાબિટીસ અને હાઈપરટેન્શનથી પીડિત હતી. 7 માર્ચે મહિલાને હોસ્પિટલમાં દાખલ કર્યા બાદ 8 માર્ચે મહિલાની તપાસ કરવામાં આવી હતી. શ્વાસ લેવામાં તકલીફના કારણે તેને આઈસીયૂમાં રાખવામાં આવી હતી અને બાદમાં વેન્ટીલેટર પર રાખવામાં આવ્યા હતા. તપાસ રિપોર્ટમાં કોરોના વાયરસની પુષ્ટી થઈ હતી પરંતુ 13 તારીખે મહિલા હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા.
કોરના વાયરસને દિલ્હી સરકારે મહામારી જાહેર કરી છે. દિલ્હી સરકારે કોરોના વાયરસના કારણે IPL સહિત તમામ ખેલ પ્રતિયોગિતા પર પ્રતિબંધ લગાવ્યો છે. દિલ્હી સરકારે તમામ પ્રકારના સમ્મેલન અને સેમિનાર રદ્દ કરી દીધા છે. 31 માર્ચ સુધી દિલ્હીની તમામ સ્કૂલ-કૉલેજ બંધ કરી દેવામાં આવી છે. દિલ્હીના તમામ થિયેટર પણ બંધ કરી દેવામાં આવ્યા છે.