મુંબઈ: એક્ટ્રેસ દિશા પટણી પોતાની ફિટનેસના કારણે બોલીવૂડમાં જાણીતી છે. દિશા પોતાના શરીરને ફીટ રાખવા માટે જિમમાં સતત પરસેવો પાડતી રહે છે. હાલમાં જ દિશાએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર એક્સરસાઈઝનો વીડિયો શેર કર્યો છે. દિશા પટણીનો આ વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે. દિશા પટણી આ વીડિયોમાં જિમમાં એક્સરસાઈઝ કરતી જોવા મળે છે. વીડિયોમાં દિશા કિક મારતી જોવા મળે છે. દિશાએ પોતાનો વીડિયોને શેર કરતા લખ્યું, 'દિવસની શરૂઆત આવી જ કિકથી થવી જોઈએ.' એક્ટ્રેસ દિશા પટણીએ 2016માં ફિલ્મ એમ.એસ, ધોનીઃ ધ અનટોલ્ડ સ્ટોરીથી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું. દિશાએ પોતાના અભિનય અને બોલ્ડ અંદાજથી લાખોના દિલ જીત્યા છે. આ પહેલા દિશા બાગી 2માં ટાઈગર શ્રોફની સાથે જોવા મળી હતી.