શ્રીનગર: જમ્મુ કાશ્મીરની પરિસ્થિતિને લઈને કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધી રાજ્યપાલ સત્યપાલ મલિક વચ્ચે નિવદનોનો દોર શરૂ થયો છે. સત્યપાલ મલિકના આમંત્રણ પર રાહુલ ગાંધીએ પલટવાર કર્યો છે. રાહુલ ગાંધીએ કહ્યું હું તમારા આમંત્રણ પર નેતાઓના એક પ્રતિનિધિમંડળ સાથે જમ્મુ કાશ્મીર અને લદાખ જઈશ. તેના માટે અમારે વિમાનની જરૂર નથી, બસ અમારે ત્યા રહેલા લોકો, ત્યાના નેતાઓ અને જવાનોને મળવાની આઝાદી આપવામાં આવે.



રાહુલ ગાંધીએ કહ્યું, પ્રિય રાજયપાલ મલિક, તમારા આમંત્રણ પર હું નેતાઓના એક પ્રતિનિધિમંડળન લઈને જમ્મુ કાશ્મીર અને લદાખની યાત્રા પર જઈશ. તેના માટે અમારે વિમાનની જરૂર નથી, પરંતુ અમને ત્યાં રહેતા લોકો, નેતાઓ અને અમારા સૈનિકોને મળવાની અને ફરવાની આઝાદી આપવામાં આવે.

ઉલ્લેખનીય છે કે, જમ્મુ-કાશ્મીરના રાજ્યપાલ સત્યપાલ મલિકે કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધીની કાશ્મીરમાં હિંસાની ખબરો સંબંધી ટીપ્પણી વિશે કહ્યું હતું કે કૉંગ્રેસના પૂર્વ અધ્યક્ષને ઘાટીનો પ્રવાસ કરાવવા અને સ્થિતિનું નિરિક્ષણ કરવા માટે તેઓ એક વિમાન મોકલશે.