મુંબઈ: ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’નાં ચાહકો માટે વધુ એક ખરાબ સમાચાર સામે આવ્યા છે. દયાબેન એટલે દીશા વાકાણી બાદ શોનાં બીજું એક પાત્ર ‘સુંદરવીરા’ પણ શોમાંથી વિદાઈ લે તેવી શક્યતા છે. સુત્રો પ્રમાણે, મયુર શોમાં તેની બહેન પ્રત્યે પ્રોડ્યુસર આસિત મોદીનાં વર્તનથી નારાજ છે. તેથી તેણે શોમાં રસ લેવાનો બંધ કરી દીધો છે. હાલ સોશિયલ મીડિયામાં આવા મેસેજ ફરતાં થયા છે.



દયાબેન એટલે કે દિશા વાકાણી અને મયૂર વાકાણી સગાં ભાઈ-બહેન છે. શોમાં પણ મયૂર ‘સુંદરવિરા’નાં પાત્રમાં તેનાં સગા ભાઈનાં રોલમાં જોવા મળી રહ્યો છે.



મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, મયૂર સાથે શૂટિંગ કરવામાં ટીમને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. તે અમદાવાદમાં રહે છે અને ત્રણ મહિનામાં એક વખત શૂટિંગ માટે આવે છે.



દિશા વાકાણી આ શો સાથે વર્ષ 2008થી જોડાયેલી છે. વર્ષ 2017માં તે મેટરનિટી લિવ પર હતી તે વખતે કહેવામાં આવ્યું હતું કે, દિશા ડીલિવરીનાં 5 મહિના બાદ સેટ પર પરત ફરશે પણ તેમ બન્યું નહીં. હાલ દિશાને 30 દિવસનો સમય આપવામાં આવ્યો છે.



હવે દિશા તો શો પરથી ગૂમ થઈ ગઈ સાથે જ ‘સુંદરવીરા’ની પણ એક્ઝિટ લઈ લેશે તો શો મેકર્સને વધુ મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે.