મુંબઈઃ જાણીતી ટીવી સ્ટાર દિશા વાકાણી જ્યારથી તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા શોમાંથી બહાર થઈ છે ત્યારથી હજુ સુધી તે શોમાં પરત ફરી નથી. દિશા આ શોમાં દયાબેનની ભૂમિકા ભજવતી હતી. તેણે પ્રેગ્નેન્સી લીવ લીધી હતી પરંતુ ડિલિવરી બાદ પણ ઘણો સમય થઈ ગયો હોવા છતાં તે શોમાં જોવા મળી નથી રહી.

ફેન્સ તેની વાપસીની રાહ જોઈ રહ્યા છે. દિશાએ પોતાની દીકરીનું નામ સ્તુતિ રાખ્યું છે અને તેની સાથે તે ઘણી વખત જોવા મળી છે. હાલમાં જ દિશા એક ફેમિલી ફંક્શનમાં દીકરી સાથે જોવા મળી હતી જેની તસવીરો સોશિયલ મીડિયામાં ખૂબ શેર કરવામાં આવી રહી છે. તસવી દિશાના ફેન પેજે શેર કરી છે.


સ્પોટબોયના અહેવાલ અનુસાર આ તસવીરો ગાંધીનગરમાં ક્લિક કરવામાં આવી છે જ્યાં તે પોતાના એક ફેમિલી પ્રસંગમાં હાજરી આપવા પહોંચી હતી. દિશા પિંક અને ગોલ્ડન સાડીમાં જોવા મળી મળી રહી છે.


ઉલ્લેખનીય છે કે તારક મહેતા શો એવો શો છે કે જેણે ટીઆરપીનાં મામલામાં સારામાં સારાં ધારાવાહિકો અને રિયાલિટી શોને મજબૂત ટક્કર આપી છે. ઉલ્લેખનીય છે કે દિશા વાકાણીએ પ્રેગન્સી દરમ્યાન શોમાંથી લીવ લીધી હતી, પરંતુ ત્યાર પછી તેઓ શોમાં નજરે આવ્યા નહોતાં.




ત્યારે વચ્ચે એવા સમાચાર આવ્યા હતા કે તેઓ શોમાં પાછા ફરવાનાં છે.અને જેઠાલાલ દયાબેનનાં પાછા ફરવાની ઘણી તૈયારી કરી રહ્યા હતા. પરંતુ તેઓ પાછા ફરતા નથી. અને ફક્ત ફોનમાં જ દયાબેનની ફોટો બતાવીને મેકર્સ શોને આગળ વધારે છે. હવે જોવાનું એ રહ્યું કે દયાબેન શોમાં ક્યારે પાછા ફરે છે.