નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન અને હાલમાં આઇપીએલની ટીમ દિલ્હી કેપિટલ્સના સલાહકાર સૌરવ ગાંગુલીએ મોટુ નિવેદન આપ્યુ છે. ગાંગુલીના મતે વેસ્ટ ઇન્ડિઝની ટીમ વર્લ્ડકપમાં સૌથી ખતરનાક સાબિત થઇ શકે છે.

એક ઇન્ટરવ્યૂમાં દિગ્ગજ ક્રિકેટર ગાંગુલીએ કહ્યું કે, આ વખતના વર્લ્ડકપમાં ભારત કે ઓસ્ટ્રેલિયા જેવી ટીમો મજબૂત છે. પણ વિન્ડીઝની ટીમને કમ ના આંકવી જોઇએ.



ગાંગુલીએ કહ્યું કે, હાલમાં આન્દ્રે રસેલ જબરદસ્ત ફોર્મમાં છે. રસેલ, શાઇ હોપ, ક્રિસ ગેલ, ઓશેન થોમસ અને બીજા ઘાતક ખેલાડીઓથી ભરેલી વેસ્ટ ઇન્ડિઝની ટીમ વર્લ્ડકપ માટે એક ખતરનાક ટીમ છે. મને લાગે છે કે, જે રીતે રસેલ જેવા ખેલાડીઓ રમી રહ્યાં છે તે મોટો ઉલટફેર કરી શકે છે.