નવી દિલ્હીઃ રેડિયોની પહોંચ ભારતમાં 90 ટકા જનસંખ્યા સુધી છે. ગ્રામીણ ભારતના મોટાભાગના લોકો જાણકારી માટે આજે પણ રેડીયિ પર નિર્ભર છે. ત્યારે ક્રિકેટ પ્રેમીઓ માટે એક માઠા સમાચાર આવ્યા છે. રેડિયો પર આગામી ક્રિકેટ વર્લ્ડ કપના મેચોનું લાઈવ પ્રસારણ નહીં થાય. પ્રસાર ભારતીએ દિલ્હી હાઈકૉર્ટ સમક્ષ કહ્યું છે ક્રિકેટ વર્લ્ડ કપની લાઇવ કૉમેન્ટ્રી નહીં થાય, કેમ કે ઇન્ડિયા સ્પોર્ટ્સ ફ્લેશેસ પ્રાઇવેટ લિમિટેડ પાસેથી ફીડ નહીં લે.




જણાવી દઇએ કે ઇન્ડિયા ફ્લેશેસ પ્રાઇવેટ લિમિટેડ એક એવી સંસ્થા છે જેની પાસે એપ અને વેબ પ્લેટફૉર્મ પર આઈસીસી વર્લ્ડ કપનાં લાઇવ ઑડિયો ફીડનાં પ્રસારણનાં અધિકાર છે. નિયમ પ્રમાણે વર્લ્ડ કપની રેડિયો કમેન્ટ્રીને પ્રસારિત કરવા માટે ઇન્ડિયા સ્પોર્ટ્સ ફ્લેશેસ પ્રાઇવેટ લિમિટેડે પ્રસાર ભારતીને પણ લાઇવ પ્રસારણ સિગ્નલ શેર કરવા પડશે.



પ્રસાર ભારતીનાં અરજદારે હાઈકૉર્ટમાં આપેલી જાણકારીને પડકારતા કહ્યું કે, “સ્પોર્ટ્સ ફ્લેશેસ પ્રાઇવેટ લિમિટેડ આ પ્રકારની સેવાઓ આપવા માટે ના તો રેડિયો ચેનલ છે અને ના લાઈસન્સ ધરાવે છે.” જો કે દિલ્હી હાઈકૉર્ટે પોતાના ચુકાદામાં કહ્યું કે, “ના તો સ્પોર્ટ્સ ફ્લેશ આ પ્રકારનાં ફીડને શેર કરવા માટે બંધાયેલું છે અને ના પ્રસાર ભારતી તેને સ્વીકાર કરવા બંધાયેલું છે.” અદાલતમાં લડાયેલી આ લડાઈ જીતવાનો દાવો કોઇપણ પક્ષ કરી શકે છે, પરંતુ ઇંગ્લેન્ડથી વર્લ્ડ કપની મેચોની બૉલ-બાય-બૉલ અપડેટ મેળવવા અપડેટ મેળવવા માટે ઑલ ઇન્ડિયા રેડિયોની કૉમેન્ટ્રીનો આનંદ ઉઠાવનારા ક્રિકેટ પ્રેમીઓ માટે આ હાર જેવું હશે.