✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

ટીવીની આ હીરોઈન બનેલી કાસ્ટિંગ કાઉચનો ભોગઃ રોલના બદલામાં સેક્સ માણવા કહેવાયેલું, જાણો વિગત

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  09 Jan 2018 12:11 PM (IST)
1

નવી દિલ્હીઃ હૉલીવૂડ અને બૉલીવૂડ બાદ હવે ટીવી ઇન્ડસ્ટ્રીમાં પણ કાસ્ટિંગ કાઉચના કિસ્સા બહાર આવવા લાગ્યા છે. જાણીતી ટીવી અભિનેત્રી દિવ્યાંકા ત્રિપાઠીએ ટીવી ઇન્ડસ્ટ્રીમાં પણ વિનસ્ટીન જેવી ઘટનાઓ ઘટતી હોવાનું કહ્યું છે, દિવ્યાંકાએ એક ઇન્ટરવ્યૂ દરમિયાન પોતે કાસ્ટિંગ કાઉચનો શિકાર બની હોવાની વાત કબુલી છે.

2

દિવ્યાંકા ત્રિપાઠી લગભગ એક દાયકાથી ટેલીફિલ્મ ઇન્ડસ્ટ્રીનો ભાગ રહી છે, અને છેલ્લા ચાર વર્ષ બાદ તેને યે હૈ મોહબ્બતેને છોડવાનું નક્કી કરી દીધું છે.

3

દિવ્યાંકાએ કહ્યું કે, તે આ ગંભીર પરિસ્થિતિમાંથી માંડ માંડ બહાર નીકળી જે તેની સિક્સ્થ સેન્સના કારણે શક્ય બન્યું હતું. તેણીએ કહ્યું કે દરેક વ્યક્તિ પાસે સિક્સ્થ સેન્સ હોય છે જે તેને બચાવે છે.

4

હિન્દુસ્તાન ટાઇમ્સમાં આપેલા એક ઇન્ટરવ્યૂ દરમિયાન દિવ્યાંકા ત્રિપાઠીએ કબુલ્યું, તેણીએ કહ્યું કે તેને ટીવીની એક શૉ દરમિયાન રોલના બદલામાં સેક્સ માણવા કહેવામાં આવ્યું હતું. તેણીએ કહ્યું કે તેને અનેક શૉની ઓડિશન આપી, પણ તેને યે હૈ મોહબ્બતેમાં રૉલ પ્લે કરવા બદલ કાસ્ટિંગ કાઉચનો શિકાર બનવું પડ્યું હતું.

5

દિવ્યાકાંએ કહ્યું કે મને મારા ફેમિલિમાંથી જ સલામતી માટે શીખવા મળ્યું હતું કે આવા સમયે કઇ રીતે સેફ અને મજબૂત રહી શકાય, તે મારી સિક્સ્થ સેન્સની અદભૂત ગિફ્ટ છે. હું દરેક વખતે મજબૂત લાગણીઓ અને વિશ્વાસ સાથે મારી પ્રતિષ્ઠાને બચાવતી હતી.

  • હોમ
  • મનોરંજન
  • ટીવીની આ હીરોઈન બનેલી કાસ્ટિંગ કાઉચનો ભોગઃ રોલના બદલામાં સેક્સ માણવા કહેવાયેલું, જાણો વિગત
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.