ટીવીની આ ફેમસ અભિનેત્રી હવે 'ડિજીટલ'માં ડેબ્યૂ કરી આ એક્ટર સાથે આપશે રૉમાન્સ સીન
રાજીવ ખંડેલવાલ છેલ્લે જીટીવીના લોકપ્રિય ટૉક શૉ, ઝઝ્બાતમાં જોવા મળ્યા હતા. આ શૉએ ખુબ લોકપ્રિયતા મેળવી હતી. આ શૉમાં ઘણાબધા એક્ટર્સે પોતાની પર્સનલ લાઇફ વિશે ખુલીને વાત કરી હતી.
આ અગાઉ નિર્માતા એકતા કપૂરે એક ટ્વીટ કરી 'શેફ'ના વિશે જણાવ્યું હતું કે આ સીરીઝ બે શેફની લવ સ્ટૉરી પર છે.
'શેફ'ની કહાની લવ સ્ટૉરી હશે. આની કહાની કૉમેડીની સાથે ઇમૉશનલ કરી દેનારી હશે. આ સીરીઝના વર્ષના અંત સુધી લૉન્ચ થવાની આશા છે. સીરીઝને જયા મિશ્રાએ લખી છે.
ઉલ્લેખનીય છે કે, રાજીવ ખંડેલવાલ આ અગાઉ AltBalajiની વેબ સીરીઝ 'હક'માંથી પણ જોવા મળી ચૂક્યો છે. ફરી એકવાર તે એકતા કપૂરની સીરીઝમાં જોડાવવા તૈયાર છે.
મુંબઇઃ 'યે હૈ મોહબ્બતે' ફેમ દિવ્યાંકા ત્રિપાઠી બહુ જલ્દી વેબ સીરીઝમાં ડેબ્યૂ કરવા જઇ રહી છે. દિવ્યાંકા એકતા કપૂરના ડિજીટલ પ્લેટફોર્મ AltBalajiની નવી વેબ સીરીઝ 'શેફ'માં દેખાવવાની છે. રિપોર્ટ્સ એવા છે કે આ સીરીઝમાં દિવ્યાંકા એક્ટર રાજીવ અંડેલવાલની સાથે રૉમાન્સ કરતી જોવા મળશે. વળી અટકળો એવી પણ છેક કે શૉ 'યે હૈ મોહબ્બતે' ટુંકસમયમાં બંધ થઇ શકે છે.