દિવાળી પાર્ટી પછી સ્ટાર્સની હાજરીમાં સંજય દત્તે કોને આપી ગંદી ગાળો? જાણો વિગત
સંજય દત્તે ત્યાં તસવીરો લઈ રહેલા ફોટોગ્રાફર્સને પહેલાં તો ઘરે જઈને દિવાલી સેલિબ્રેટ કરવાની સલાહ આપી હતી ત્યાર બાદ તે ગાળો બોલવા લાગ્યો હતો. આ દરમિયાન સ્ટાર્સ પણ હાજર હતાં.
સંજય દત્તની આ પાર્ટીનો એક વીડિયો વાઈરલ થઈ છે, જેમાં તે મીડિયાના લોકોને ગાળો આપતો જોવા મળી રહ્યો હતો. પહેલા તો પાર્ટી બાદ સંજય દત્તે પોતાની ફેમિલી સાથે ઘરથી બહાર આવી ફોટોગ્રાફર્સ સામે પોઝ આપ્યા પછી મહેમાનોના પાછા જવાનું શરૂ થયું હતી.
મોડી રાત્રે પાર્ટી બાદ મહેમાનોને છોડવા માટે સંજય દત્ત ઘરની બહાર હતો જ્યાં મીડિયાના લોકો પણ હાજર હતા. સંજય દત્ત તે સમયે દારૂના નશામાં હતો અને ત્યાં ઉપસ્થિત ફોટોગ્રાફર્સને તેણે ખૂબ જ ખરાબ ગાળો આપી હતી.
મુંબઈ: દિવાળીના તહેવાર પર બોલિવૂડ સ્ટાર્સે પોત-પોતાના ઘરેમાં પાર્ટી રાખી હતી. જેમાં તમામ બોલિવૂડ સ્ટાર્સે હાજરી આપી હતી. કરણ જોહર, શિલ્પા શેટ્ટી, અર્પિતા ખાન જેવા સેલિબ્રિટી ઉપરાંત પાછલા દિવસોમાં સંજય દત્તે પોતાના ઘરે દિવાળી પાર્ટી યોજી હતી.