Huma Qureshi Diwali Pics: બી ટાઇન એક્ટ્રે્સ હુમા કુરેશી પોતાના કાતિલ અંદાજના કારણે લાખો ફેન્સના દિલો પર રાજ કરે છે. આ બધાની વચ્ચે દિવાળી પર પણ હુમાના દિલકશ અંદાજે મહેફિલ લૂંટી લીધી છે. બૉલીવુડ એક્ટ્રેસ હુમા કુરેશી કોઇ અલગ ઓળખની મોહતાજ નથી. દિવાળીના પ્રસંગે હુમા ફેસ્ટિવ રંગમાં રંગાઇ છે, આ દરમિયાન હુમા કુરેશીની લેટેસ્ટ તસવીરો સોશ્યલ મીડિયા પર ખુબ ધમાલ મચાવી રહી છે. 


ખરેખરમાં, હુમા કુરેશી જે તસવીરોનો ઉલ્લેખ અહીં કરવામાં આવી રહ્યો છે, તે દિવાળીના દિવસે હુમા કુરેશીએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે. હુમા કુરેશીની આ તસવીરોમાં તમે જોઇ શકો છો કે ચમકીલી રેડ ઇન્ડ-વેસ્ટર્ન ડ્રેસમાં તેનો લૂક એકદમ કમાલનો લાગી રહ્યો છે. એટલું જ નહીં હાથમાં પર્સ, કાનોમાં ઝૂમકા અને ખુલ્લા વાળમાં હુમા કુરેશી પોતાની શાનદાર સ્ટાઇલથી મહેફિલ લૂંટી રહી છે. 






હુમા કુરેશીના આ લેટેસ્ટ ફોટો એટલા સુંદર છે કે, જોવા પર તમને પણ નજર હટાવવી નહીં ગમે. એક્ટ્રેસનુ આ લેટેસ્ટ ફોટોશૂટ સોશ્યલ મીડિયા પર અત્યારે ખુબ છવાયેલુ રહ્યુ છે. 










ઉલ્લેખનીય છે કે, અપકમિંગ ફિલ્મ ડબલ એક્સએલમાં હુમા કુરેશી મોટા પડદા પર આવી રહી છે. શિખર ધવન, હુમા કુરેશી અને સોનાક્ષી સિન્હાની આવનારી ફિલ્મ ડબલ એક્સએલથી ફિલ્મી દુનિયામાં પગ મુકશે. ફિલ્મનો ફર્સ્ટ લૂક જોયા બાદ ફેન્સ આ ફિલ્મને જોવા માટે ખૂબ જ ઉત્સાહિત છે. આ ફિલ્મનું નિર્દેશન સતરામ રામાણીએ કર્યું છે. સોનાક્ષી અને હુમા ઉપરાંત આ ફિલ્મમાં ઝહીર ઈકબાલ અને મહત રાઘવેન્દ્ર પણ છે. આ ફિલ્મ 4 નવેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થશે.