નવી દિલ્હીઃ લોકડાઉન વચ્ચે DD ભારતી પરથી બપોરે 12 અને સાંજે 7 કલાકે મહાભારતનું પ્રસારણ થાય છે. સીરિયલમાં ભગવાન કૃષ્ણનો રોલ નીતીશ ભારદ્વાજે કર્યો હતો. તેના આ રોલને આજે પણ લોકો ભૂલ્યા નથી અને ઘણા લોકોએ તેનો સાક્ષાત ભગવાન કૃષ્ણ પણ માની લીધા હતા.
કહેવાય છે કે બીઆર ચોપડાના પુત્ર રવિ ચોપડાને તેની સ્માઇલ ખૂબ પસંદ પડી હતી અને એક પણ ક્ષણનો વિલંબ કર્યા વગર કૃષ્ણનો રોલ આપી દીધો હતો. રિપોર્ટ પ્રમાણે કૃષ્ણના રોલ માટે 55 લોકોનો સ્ક્રીન ટેસ્ટ કરવામાં આવ્યો હતો.
એક ઈન્ટરવ્યૂમાં નીતીશે જણાવ્યું, મને પહેલા વિદૂરનો રોલ આપવામાં આવ્યો હતો પરંતુ અચાનક મારા સ્થાને બીજા કોઈને વિદૂરનો રોલ આપી દેવાયો હતો. મેં આ અંગે જ્યારે રવિને પૂછ્યું તો તેણે કહ્યું, હજુ તારી ઉંમર 23-24 વર્ષ છે અને થોડા એપિસોડ બાદ વિદૂર વૃદ્ધ થઈ જશે. જેથી આ રોલ તને સારો નહીં લાગે. તેના આ સવાલનો મારી પાસે કોઈ જવાબ નહોતો.
થોડા સમય બાદ શોમાં નકુલ અને સહદેવના રોલની ઓફર કરવામાં આવી. પરંતુ મેં ના પાડી દીધી. હું અભિમન્યુનો રોલ કરવા ઈચ્છતો હતો. મેં રવિને કહ્યું તો તેણે કહ્યું વિચારું છું. થોડા સમય બાદ મને કૃષ્ણના રોલ માટે સ્ક્રીન ટેસ્ટ માટે બોલાવાયો પરંતુ મેં ના પાડી દીધી. મેં તેમને કહ્યું, કૃષ્ણના રોલ માટે તમારે અનુભવી એક્ટરની જરૂર છે. એક નવા વ્યક્તિને તમે કેવી રીતે મહાનાયકનો રોલ આપી શકો? તેમણે કહ્યું, તું સારો રોલ કરવા ઈચ્છે છે તો એક વખત સ્ક્રીન ટેસ્ટ તો આપ. બાદમાં મેં સ્ક્રીન ટેસ્ટ આપ્યો અને ફાઈનલ થઈ ગયો.
મહાભારતમાં કૃષ્ણનો રોલ નહોતો કરવો નીતીશ ભારદ્વાજને, વિદૂરના રોલ માટે થઈ હતી પસંદગી
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
16 Apr 2020 03:52 PM (IST)
એક ઈન્ટરવ્યૂમાં નીતીશે જણાવ્યું, મને પહેલા વિદૂરનો રોલ આપવામાં આવ્યો હતો પરંતુ અચાનક મારા સ્થાને બીજા કોઈને વિદૂરનો રોલ આપી દેવાયો હતો
- - - - - - - - - Advertisement - - - - - - - - -