હ્યૂસ્ટન: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમેરિકામાં વસતા ભારતીયો સાથે હ્યુસ્ટનમાં સભાને સંબોધિત કરી હતી. 50 હજારથી વધારે લોકો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યાં હતા. ભારતના લોકનૃત્યોની સાથે પશ્ચિમી ગીતોની ધમાલ સાથે રંગારંગ કાર્યક્રમ લોકોએ નીહાળ્યો હતો. આ બધાંની વચ્ચે એક છોકરાએ લાખો લોકોનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું હતું.

નરેન્દ્ર મોદી જેવા ડોનાલ્ડ ટ્રમ્પ સાથે એન્ટ્રી મારી ત્યારે તેમનો રસ્તો એક છોકરાએ રોકી લીધો હતો. બધાં લોકો એ જ વિચારી રહ્યાં હતા કે આ છોકરો કોણ છે? ભારતીય મુળના લોકો નરેન્દ્ર મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પનું સ્વાગત કરવા માટે ઉપસ્થિત હતા ત્યારે આ ઘટના બની હતી. છોકરાએ રસ્તો રોકીને એવી માગણી કરી હતી કે, નરેન્દ્ર મોદી અને ટ્રમ્પે તેને હેત સાથે સ્વીકારવી પડી હતી.

નરેન્દ્ર મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પ જ્યારે આવી રહ્યાં હતા ત્યારે રસ્તામાં એક છોકરાએ તેમનો રસ્તો રોકીને સેલ્ફી લેવાની માગણી કરી હતી. નરેન્દ્ર મોદી અને ટ્રમ્પ પહેલાં તો કંઈ સમજી શક્યા ન હોય એવું લાગતું હતું પરંતુ તે છોકરા પાસે ઉભા રહી ગયા હતા. ત્યાર બાદ છોકરાની રિકવેસ્ટ પીએમ મોદી અને ટ્રમ્પે સ્વીકારી હતી અને તેમની સાથે સેલ્ફી પડાવી હતી.