શાહરૂખ ખાનની ડૉન સીરિઝની ફિલ્મ 'ડૉન-3' આવી રહી છે, પ્રૉડ્યૂસરે આપ્યા સંકેત
abpasmita.in | 27 Oct 2016 10:11 AM (IST)
નવી દિલ્લીઃ શાહરૂખ ખાનની ડૉન સીરિઝની આગામી ફિલ્મ 'ડૉન-3' ટૂંક સમયમાં આવશે. આ અંગેના સંકેતો નિર્દેશકે આપ્યા છે. 'ડૉન-3' ફિલ્મની દર્શકો ઘણી આતુરતાથી રાહ જોઇ રહ્યા છે. છેલ્લા ઘણા સમયથી એવું માનવામાં આવતું હતું કે, શાહરૂખ ખાનની 'ડૉન-3' લઇને કોઇ મોટી જાહેરાત થઇ શકે છે. ડૉન સીરિઝના કૉ-પ્રોડ્યૂસર રિતેશ સિઘવાનીના ટ્વીટથી એ જાણવા મળી રહ્યું છે કે, ફિલ્મ ડૉન-3 થોડા સમયમાં તૈયારી થઇ જશે. શાહરૂખના ફેન્સ માટે આનાથી મોટી બીજી કઇ ખબર હોઇ શકે. રિતેશ સિધવાનીએ ટ્વીટ કર્યું હતું કે, ડૉન સીરિજની ફિલ્મ 'ડૉન-3' આવી રહી છે. તેની સાથે શાહરૂખ ખાનની તસ્વીર પણ શેર કરી હતી. આ ફિલ્મમાં ડૉનના પાત્રમાં શાહરૂખ ખાન જ નજર આવશે પરંતું હીરોઇન કોણ હશે તે અંગે સમય આવતા જાણવા મળશે. ફરહાન દ્વારા નિર્દેશિત ફિલ્મ 'ડૉન-3' શાહરૂખની રેડ ચિલી એંટરટેનમેંટ અને ફરહાન અને રિતેશ સિધવાનીની એક્સલ એંટરટેનમેંટ દ્વારા કૉ-પ્રોડ્યૂસ કરવામાં આવી છે.