જેલમાં બંધ કેદીએ દીકરીનું આણું હોવાનું કહી કરી અરજી, કોર્ટે 10 દિવસના કર્યા જામીન મંજૂર
abpasmita.in
Updated at:
26 Oct 2016 06:52 PM (IST)
NEXT
PREV
અમદાવાદ: હત્યાના કેસમાં જેલમાં બંધ એક કેદીએ ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરી છે. અને દીકરીનું આણું કરવાનું હોવાના આધાર પર આ કેદીએ જામીન અરજી કરી છે. આ સાથે જ અરજીમાં રજૂઆત કરાઈ છે કે તેની ગેરહાજરીમાં પરિવારની સ્થિતિ કફોડી બની રહી છે..અને તેના જ બનેવીએ તેની પત્ની પર બળાત્કાર ગુજાર્યો છે. ત્યારે આ બનાવના કારણે તેની પત્ની આઘાતમાં છે અને બીજી બાજુ દીકરીનું આણું પણ કરવાનું છે. કોર્ટે આ તમામ રજૂઆતોને ધ્યાને લેતા કેદીના 10 દિવસના હંગામી જામીન મંજૂર કર્યા છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -