મુંબઈઃ બોલિવૂડ ઇન્ડસ્ટ્રીઝ હોય કે ટીવીની દુનિયાના કોઈપણ કલાકર માટે પોતાનું સ્થાન બનાવવું એટલું સહેલું નથી હોતું. બધાના સંઘર્ષની અલગ અલગ કહાની હોય છે. બોલિવૂડમાં કાસ્ટિંગ કાઉચ આજથી નથી પરંતુ ઘણાં જૂના સમયથી ચાલતું આવ્યું છે. હવે દિલ તો હૈપી હે જી ફેમ એક્ટ્રેસે પોતાના સંઘર્ષના એ દિવસોને યાદ કર્યા છે. આ દરમિયાન તેણે એ કિસ્સો પણ શેર કર્યો જ્યારે એક્ટ્રેસને ફિલ્મમાં કામ કરવાના બદલામાં શરીર સુખ માણવાની ઓફર સાઉથના એક ડાયરેક્ટરે આપી હતી.

પોતાના સ્ટ્રગલના દિવસોને યાદ કરતાં ડોનલે કહ્યું કે, એક સમય હતો જ્યારે મને એક શો માટે સીલેક્ટ કરવામાં આવી હતી, રૂપિયા નક્કી થઈ ગયા હતા, તારીખ આપી દેવામાં આવી હતી, બાદમાં અચાનક મને એ પ્રોજેક્ટમાંથી દૂર કરી દેવામાં આવી અને કહેવામાં આવ્યું કે મારી જગ્યાએ અન્ય કોઈ એક્ટ્રેસ જોઈએ છે. ત્યાર બાદ મેં અને મારા પરિવારને એ વાતનો આભાસ થઈ ગયો હતો કે મુંબઈમાં કોઈપણ ભરોસો કરવા લાયક નથી. અહીં બધા ખોટું બોલે છે. પરંતુ અભિનય પ્રત્યે મારો પ્રેમ મને આગળ વધારે પ્રયત્ન કરવાની તાકાત આપી.

હું ઓડિશન્સ આપતી રહી. એક જગ્યાએથી બીજી પરંતુ એ પણ એક ખરાબ ઘટનાથી ઓછું નથી. એક સાઉથ ફિલ્મોના ફિલ્મમેકરે મને એક રોલના બદલામાં શરીર સુખની માગ કરી હતી. મે એ વ્યક્તિ વિરૂદ્ધ તરત જ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. હું ખોટી રીતે તેની સાતે જોડાવવા માગતી ન હતી. હું મારા કામની પૂરી કરતી હતી. મને ખબર હતી કે ભલે મારો સંઘર્ષ થોડો લાંબો હોય પરંતુ યોગ્ય રીતે ઇન્ડસ્ટ્રીઝમાં સફળતા મેળવીશ.

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો એક્ટ્રેસ રૂમ-મર્દ કા નયા સ્વરૂપ, દિલ તો હૈપી હૈ જી અને લાલ ઇશ્ક જેવી સીરિયલ્સમાં જોવા મળી ચૂકી છે.