આયુષ્માન ખુરાનાની અત્યાર સુધીની રિલીઝ થયેલી ફિલ્મોમાંથી ‘ડ્રીમ ગર્લ’પ્રથમ દિવસે સૌથી વધુ કમાણી કરવાનો રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. આ ફિલ્મે પ્રથમ દિવસે બૉક્સ ઓફિસ પર 10 કરોડથી પણ વધુની કમાણી કરી છે
ડ્રિમ ગર્લ ફિલ્મે પ્રથમ દિવસે 10.05 કરોડ રૂપિયાથી બોક્સ ઑફિસ પર ધમાકેદાર ઓપનિંગ કરી છે. ફિલ્મ ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે ફિલ્મની કમાણીના આંકડા ટ્વીટ કરીને જણાવ્યા છે.