મુંબઈ: દિવંગત અભિનેતા સુશાંતસિંહ રાજપૂત કેસમાં ડ્રગ્સ કેસમાં બોલિવૂડના મોટા સ્ટાર્સના નામ સામે આવ્યા છે. અભિનેત્રી દીપિકા પાદુકોણની ડ્રગ્સ કેસમાં NCB પૂછપરછ કરી રહ્યું છે.
 દીપિકા પાદૂકોણ ડ્રગ્સ લેવાની વાતનો ઈનકાર કર્યો છે. પરંતુ તેણે કરિશ્મા સામે ડ્રગ્સ ચેટની વાત કબૂલ કરી છે.
NCB ની પૂછપરછ દરમિયાન ડ્રગ્સ ચેટની વાત કબૂલ કરી છે. એનસીબીની ટીમ દીપિકા પાદૂકોણ અને કરિશ્માને સામ સામે બેસાડીને પૂછપરછ કરી રહ્યું છે.
સારા અલી ખાન તથા શ્રદ્ધા કપૂરની પણ એનસીબી દ્વારા પૂછપરછ કરવામાં આવી રહી છે.  ડ્રગ્સ કેસમાં સામે આવેલા નામમાં દીપિકા પાદુકોણ સૌથી મોટી સેલિબ્રિટી છે. દીપિકા પાદુકોણ NCBના ગેસ્ટ હાઉસ સવારે 10 વાગ્યે પહોંચી હતી. NCB ગેસ્ટ હાઉસથી લઈ મેઈન રોડ સુધી મુંબઈ પોલીસે બેરિકેડ્સ લગાવી દીધા છે. દીપિકા પાદુકોણની અહીંયા પૂછપરછ કરવામાં આવી રહી છે. કેલક્યુલેટ હોમ લોન ઈએમઆઈ કેલક્યુલેટ પર્સનલ લોન ઈએમઆઈ કેલક્યુલેટ કાર લોન ઈએમઆઈ કેલક્યુલેટ એજ્યુકેશન લોન ઈએમઆઈ