મુંબઈ: દિવંગત અભિનેતા સુશાંતસિંહ રાજપૂત કેસમાં ડ્રગ્સ કેસમાં બોલિવૂડના મોટા સ્ટાર્સના નામ સામે આવ્યા છે. અભિનેત્રી દીપિકા પાદુકોણ, સારા અલી ખાન અને શ્રદ્ધા કપૂર જેવા સ્ટાર્સના નામ ડ્રગ્સ કનેક્શનમાં સામે આવ્યા છે. આ સમગ્ર મામલે આજે એનસીબી દીપિકા, શ્રદ્ધા કપૂર અને સારા અલી ખાનની પૂછપરછ કરશે. શુક્રવારે એનસીબીએ રકુલ પ્રીત સિંહની પૂછપરછ કરી હતી.
સૂત્રોની જાણકારી મૂજબ દીપિકા પાદૂકોણ અને કરિશ્માને આજે સામ સામે બેસાડીને એનસીબી પૂછપરછ કરશે. સૂત્રો મુજબ કરિશ્માએ 2017ની વોટ્સઅપ એટની વાત કબૂલી છે, પરંતુ પોતે ડ્રગ્સ ન લેતી હોય અને માત્ર સિગરેટ પીતી હોવાનું કહ્યું છે. તેણે જણાવ્યું કે દીપિકા સ્વાસ્થ્યને લઈ ખૂબ જ સજાગ છે તેણે ક્યારેય ડ્રગ્સ નથી લીધું.
ઉલ્લેખનીય છે કે દીપિકા પાદૂકોણ સાથે કરિશ્મા છેલ્લા 8 વર્ષથી જોડાયેલી છે. એટલે જ એનસીબી દીપિકા પાદૂકોણ અને કરિશ્માને સામ સામે બેસાડીને પૂછપરછ કરવા માંગે છે. કરિશ્મા ક્વાન કંપનીની મેનેજર છે.
કેલક્યુલેટ હોમ લોન ઈએમઆઈ
કેલક્યુલેટ પર્સનલ લોન ઈએમઆઈ
કેલક્યુલેટ કાર લોન ઈએમઆઈ
કેલક્યુલેટ એજ્યુકેશન લોન ઈએમઆઈ
આજે ડ્રગ્સ કેસમાં દીપિકા, શ્રદ્ધા કપૂર અને સારા અલી ખાનની NCB કરશે પૂછપરછ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
26 Sep 2020 09:07 AM (IST)
અભિનેત્રી દીપિકા પાદુકોણ, સારા અલી ખાન અને શ્રદ્ધા કપૂર જેવા સ્ટાર્સના નામ ડ્રગ્સ કનેક્શનમાં સામે આવ્યા છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -