ડ્રગ્સ કેસમાં અનેક ફિલ્મ સ્ટાર્સના નામ સામે આવી રહ્યાં છે. તેનાથી બોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાં ખળભળાટ મચી ગઈ છે. હવે ડ્ર્ગસ કેસમાં અભિનેત્રી દિયા મિર્ઝાનું નામ જોડાઇ ગયુ છે. આ મામલે પોતાનું નામ આવતા દિયા મિર્ઝાએ સ્પષ્ટતા કરી છે.
દિયા મિર્ઝાએ એક પછી એક ત્રણ ટ્વિટ્સ કરી છે. તેમણે કહ્યું કે, મે જીવનમાં ક્યારેય ડ્રગ્સ નથી લીધું. જે પણ સમાચારો ચાલી રહ્યા છે તે તમામ ખોટા છે. મારી છબી ખરાબ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. હું કાયદાકીય લડાઈ લડીશ.
ડ્રગ્સ પેડલર અનુજ કેશવાનીએ દિયા મિર્જાનુ નામ લીધુ છે. સૂત્રો અનુસાર, કેશવાનીએ જણાવ્યુ કે દિયા મિર્ઝાની મેનેજર ડ્રગ્સ ખરીદતી હતી, આના સબૂતો પણ આપ્યા છે. હવે આ મામલે એનસીબી જલ્દી દિયા મિર્ઝાને પૂછપરછ માટે સમન્સ મોકલી શકે છે.
ઉલ્લેખનીય છે કે, દીપિકા પાદુકોણ, સારા અલી ખાન સહિતના ટૉપના સ્ટાર્સના નામ આવ્યા છે. નાર્કોટિક્સ કન્ટ્રૉલ બ્યૂરોએ બૉલીવુડ સાથે જોડાયેલા લોકોના ડ્રગ્સના કથિત સેવન મામલે તપાસનો સિલસિલામાં તપાસ આગળ ધપાવી છે.
કેલક્યુલેટ હોમ લોન ઈએમઆઈ
કેલક્યુલેટ કાર લોન ઈએમઆઈ
કેલક્યુલેટ એજ્યુકેશન લોન ઈએમઆઈ
કેલક્યુલેટ પર્સનલ લોન ઈએમઆઈ