રાજસ્થાન ચૂંટણીના કારણે પોલીસે મંજૂરી ન આપતાં પ્રિયંકાએ બદલવું પડ્યું પ્રી વેડિંગનું સ્થળ, જાણો વિગત
ઉમેદ ભવન પેલેસને પબ્લિક માટે બંધ કરી દેવામાં આવ્યો છે. પેલેસની બહાર એક નોટિસ પણ લગાવી દેવામાં આવી છે. જેમાં લખ્યું છે કે ઉમેદ ભવન પેલેસ મ્યુઝિયમ 29-11-2018થી લઈ 03-12-2018 સુધી દર્શકો માટે બંધ રહેશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરિપોર્ટ પ્રમાણે મેહરાનગઢ કિલ્લા સુધી જવા માટે પ્રિયંકાએ પોલીસ સુરક્ષા માંગી હતી. આ માટે તેણે ખાનગી સિક્યોરિટી એજન્સી પણ રાખી લીધી હતી. પરંતુ પોલીસે આગામી રાજસ્થાન વિધાનસભા ચૂંટણીનો ઉલ્લેખ કરીને એક્ટ્રેસને સુરક્ષા આપવાનો ઈન્કાર કર્યો હતો. તેથી હવે પ્રી-વેડિંગ અને વેડિંગના તમામ ફંક્શન ઉમેદ ભવન પેલેસમાં જ થશે.
પ્રયિંકા-નિકનું સંગીત ફંક્શન જોધપુરના મેહરાનગઢ કિલ્લામાં થાય તેવી ચર્ચા હતી. પરંતુ હવે મળેલા અહેવાલ મુજબ સુરક્ષાના કારણોસર સ્થળમાં ફેરફાર કરવામાં આવ્યો છે. પ્રિયંકા-નિકનું પ્રી વેડિંગ ફંક્શન પણ હવે ઉમેદ ભવનમાં થશે.
મુંબઈઃ પ્રિયંકા ચોપરા અને નિક જોનાસ ગ્લોબલી ટ્રેંડિંગ કપલ છે. બંનેના શાહી લગ્નની તૈયારીઓ જોધપુરમાં ચાલી રહી છે. 2 ડિસેમ્બરના રોજ તેઓ લગ્નના પવિત્ર બંધનમાં બંધાશે. જોધપુરના ઉમેદ ભવન પેલેસમાં આલીશાન લગ્ન થશે. હાલ કપલના પ્રી વેડિંગ સેરેમનીને લઈ અહેવાલ સામે આવ્યો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -