ED interrogated actress Tamannaah Bhatia: અભિનેત્રી તમન્ના ભાટિયાની મુશ્કેલીઓ વધી રહી છે. મહાદેવ સટ્ટાબાજી એપ કેસમાં અભિનેત્રીનું નામ સામે આવ્યું છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા તેની ગુવાહાટી ઓફિસમાં ફિલ્મ અભિનેત્રીની પૂછપરછ કરવામાં આવી છે. અભિનેત્રી હાલમાં જ ફિલ્મ 'સ્ત્રી 2'ના કારણે ચર્ચામાં હતી, જેમાં તેનું ગીત 'આજ કી રાત' ટ્રેન્ડ કરી રહ્યું હતું.
તમન્ના ભાટિયા ગુરુવારે 17 ઓક્ટોબરે ગુવાહાટીમાં ED સમક્ષ હાજર થઈ હતી. તેના પર મહાદેવ ઓનલાઈન ગેમિંગ અને સટ્ટાબાજીની એપ્લિકેશનની સપોર્ટિંગ એપ પર IPL મેચોને ગેરકાયદેસર રીતે જોવાને પ્રોત્સાહન આપવાનો આરોપ છે. આ મામલે EDએ સમન્સ પાઠવ્યું હતું. તમન્ના લગભગ 1.30 વાગ્યે ગુવાહાટીમાં ED ઓફિસ પહોંચી અને તેની માતા પણ તેની સાથે હતી. અભિનેત્રીએ કથિત રીતે ફેરપ્લે સટ્ટાબાજીની એપ પર ઈન્ડિયન પ્રીમિયર લીગની મેચ જોવાનો પ્રચાર કર્યો છે.
'ફેરપ્લે' એ એક સટ્ટાબાજીનું વિનિમય પ્લેટફોર્મ છે જે વિવિધ રમતો અને મનોરંજન દ્વારા જુગારને પ્રોત્સાહન આપે છે. તે મહાદેવ ઓનલાઈન ગેમિંગ એપની સહાયક એપ્લિકેશન છે જે ક્રિકેટ, પોકર, બેડમિન્ટન, ટેનિસ, ફૂટબોલ કાર્ડ ગેમ્સ જેવી વિવિધ લાઈવ ગેમ્સમાં ગેરકાયદેસર સટ્ટાબાજી માટે પ્લેટફોર્મ પૂરું પાડે છે.
આ બીજી વખત છે જ્યારે મહાદેવ બેટિંગ એપ કેસની ગરમી તમન્ના સુધી પહોંચી છે. આ વર્ષે એપ્રિલમાં મહારાષ્ટ્ર સાયબર સેલ દ્વારા ફેરપ્લે એપ પર IPL મેચોને પ્રમોટ કરવાના આરોપમાં તેને સમન્સ મોકલવામાં આવ્યું હતું. મહાદેવ સટ્ટાબાજી એપ કૌભાંડે ઘણું ધ્યાન ખેંચ્યું છે. 15 હજાર કરોડનું કૌભાંડ થયું હોવાનો અંદાજ છે, જેની તપાસ ચાલી રહી છે.
મહાદેવ બેટિંગ એપના માલિક કોણ છે?
મહાદેવ બેટિંગ એપ એ સટ્ટાબાજીની એપ છે. જેના દ્વારા લોકો પૈસા કમાય છે. આ એપ ઘણી વેબસાઈટ દ્વારા ઓપરેટ થાય છે. મહાદેવ બુકની વેબસાઈટ દ્વારા ભારતમાં પોકર, પત્તાની રમતો, ક્રિકેટ, બેડમિન્ટન, ટેનિસ, ફૂટબોલ મેચો પર પૈસા મૂકવામાં આવે છે. આ એપ સૌરભ ચંદ્રકરે વર્ષ 2019માં શરૂ કરી હતી. સૌરભ છત્તીસગઢના ભિલાઈમાં જ્યુસ ફેક્ટરી નામથી નાની જ્યુસની દુકાન ચલાવતો હતો અને આ મોટી એપ પણ ચલાવતો હતો. તમને જણાવી દઈએ કે સૌરભના દુબઈમાં 2023માં ભવ્ય લગ્ન થયા હતા. આ લગ્નમાં લગભગ 17 બોલિવૂડ સેલેબ્સ ચાર્ટર્ડ પ્લેન દ્વારા હાજરી આપી હતી. તેમજ સેલેબ્સે ભારે ફી વસુલ કરીને પરફોર્મન્સ આપ્યું હતું.
આ પણ વાંચોઃ
એન્કાઉન્ટરને લઈને પોલીસ માટે શું છે પ્રોટોકોલ? જાણો પહેલી ગોળી ક્યાં મારવી જોઈએ