IND vs NZ: ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ત્રણ ટેસ્ટ મેચોની સીરીઝમાં આજથી પ્રથમ ટેસ્ટ મેચ શરૂ થઇ છે. બેંગ્લુરુંમાં રમાઇ રહેલી મેચમાં ભારતીય ટીમને મોટી ઝટકો લાગ્યો છે. વિકેટકીપિંગ કરતી વખતે બૉલ વાગવાથી ભારતીય બેટ્સમેન ઋષભ પંત ઇજાગ્રસ્ત થઇ ગયો છે, જેના કારણે તેને મેદાન છોડીને બહાર જવું પડ્યુ હતુ. જાડેજાના સ્ટમ્પને મિસ કરતો બૉલ સીધો ઋષભ પંતના પગમાં વાગ્યો હતો. જેના કારણે જમણા ઘૂંટણમાં જોરદાર ઇજા પહોંચી હતી. આ તે જ પગ છે જેમાં કાર દૂર્ઘટનામાં ઇજા થઇ હતી, અને તેના કારણે તે દોઢ વર્ષ સુધી ક્રિકેટથી દુર રહ્યો હતો.
આ ઘટના ન્યૂઝીલેન્ડની ઇનિંગમાં 37મી ઓવરમાં ઘટી, ત્યારે રવિન્દ્ર જાડેજા બૉલિંગ કરી રહ્યો હતો. ઓવરના છેલ્લા બૉલ પર ડેવૉન કૉન્વે સ્ટ્રાઇક પર હતો, જાડેજાનો બૉલ કૉનવેને મિસ કરતો સીધો વિકેટકીપર ઋષભ પંતના જમણા ઘૂંટણ પર જઇને અથડાયો હતો. આ પછી ઋષભ પંતને જોરદાર દુઃખાવો ઉપડ્યો અને રોહિતો જલદી ફિઝીયોને બોલાવ્યો હતો.
ઋષભ પંત લંગડાતો લંગડાતો પીડાઇ રહ્યો હતો. તેનાથી લાગી રહ્યુ હતુ કે જુના ઘા પર જ બૉલ વાગ્યો છે. ઉલ્લેખનીય છે કે ડિસેમ્બર 2022માં પંત જ્યાર કાર દૂર્ઘટનામાં ગંભીર રીતે ઘાયલ થયો હતો તો તેને જમણા ઘૂંટણ પર ઇજા પહોંચી હતી. પંતની કાર ડિવાઇડર સાથે ટકરાઇને પલટી ગઇ હતી. તેના જમણા ઘૂંટણનું લિંગામેન્ટ તુટી ગયુ હતુ. આ પછી મુંબઇમાં તેનું ઓપરેશન થયુ હતુ. દોઢ વર્ષે પંત આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં વાપસી કરી હતી, અને ટી20 વર્લ્ડકપ 2024 રમ્યો હતો. ખરેખરમાં મેચની વચ્ચેથી પંતની બહાર જવુ ભારત માટે સારા સમાચાર નથી. તેની ઇજા એટલી ગંભીર છે કે, હાલમાં પંતની જગ્યાએ ધ્રવ જૂરેલ મેદાનમાં આવ્યો છે અને વિકેટકીપિંગ કરી રહ્યો છે.
ટેસ્ટમાં ભારતના સૌથી ઓછા સ્કૉર
સ્કૉર | કઇ ઇનિંગ | વિરૂદ્ધ | મેદાન | વર્ષ |
36 | 3 | ઓસ્ટ્રેલિયા | એડિલેડ | 2020 |
42 | 3 | ઇંગ્લેન્ડ | લૉર્ડ્સ | 1974 |
58 | 2 | ઓસ્ટ્રેલિયા | બ્રિસ્બેન | 1947 |
58 | 2 | ઇંગ્લેન્ડ | માન્ચેસ્ટર | 1952 |
66 | 4 | દક્ષિણ આફ્રિકા | ડરબન | 1996 |
67 | 3 | ઓસ્ટ્રેલિયા | મેલબૉર્ન | 1948 |
75 | 1 | વેસ્ટ ઇન્ડિઝ | દિલ્હી | 1987 |
76 | 1 | દક્ષિણ આફ્રિકા | અમદાવાદ | 2008 |
78 | 1 | ઇંગ્લેન્ડ | લીડ્સ | 2021 |
81 | 4 | વેસ્ટ ઇન્ડિઝ | બ્રિઝટાઉન | 1997 |
81 | 3 | ન્યૂઝીલેન્ડ | વેલિંગ્ટન | 1976 |
82 | 3 | ઇંગ્લેન્ડ | માન્ચેસ્ટર | 1952 |
83 | 4 | ઇંગ્લેન્ડ | ચેન્નાઇ | 1977 |
ટેસ્ટમાં ભારતનો આ ત્રીજો સૌથી ઓછો સ્કોર છે. અગાઉ 2020માં એડિલેડમાં ઓસ્ટ્રેલિયા સામે ભારતીય ટીમ 36 રને આઉટ થઈ ગઈ હતી. વળી, 1974માં ટીમ ઈન્ડિયા ઈંગ્લેન્ડ સામે લોર્ડ્સમાં 42 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. આ ટેસ્ટમાં કોઈપણ વ્યક્તિ દ્વારા એકંદરે 10મો સૌથી ઓછો સ્કોર છે. ન્યૂઝીલેન્ડ તરફથી મેટ હેનરીએ પાંચ વિકેટ ઝડપી હતી. આ સાથે તેની ટેસ્ટમાં 100 વિકેટ પણ પૂરી થઈ ગઈ. 23 વર્ષના ફાસ્ટ બોલર વિલિયમ ઓ'રર્કે ચાર વિકેટ લીધી હતી. ટિમ સાઉથીને એક વિકેટ મળી હતી.
આ પણ વાંચો
IND vs NZ: ન્યૂઝીલેન્ડ સામેની પ્રથમ ટેસ્ટમાંથી શુભમન ગીલે કેમ કરાયો બહાર, BCCIએ કર્યો ખુલાસો