ડ્રીમ ગર્લ આયુષ્માન ખુરાનાના કરિયરની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની ગઈ છે. ફિલ્મની સફળતાથી ખુશ થયેલી એકતા કપૂરે નિર્દેશક રાજ શાંડિલ્યને એક લક્ઝરી કાર ગીફ્ટ કરી છે.
રાજ શાંડિલ્યે પોતાના ઈન્સ્ટાગ્રામ પર પોતાની નવી જગુઆર કારની તસવીર શેર કરી છે. રાજે એક્તા કપૂરનો પણ આભાર વ્યક્ત કર્યો છે.
ફિલ્મ ડ્રીમગર્લમાં આયુષ્માન ખુરાના અને એક્ટ્રેસ નુસરત ભરૂચા મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા હતા. ડ્રીમ ગર્લને દર્શકો દ્વારા લિંગ ભેદભાવ દૂર કરવા અને પૂજાની ભૂમિકામાં આયુષ્માનની અવિશ્વસનીય પરફોર્મન્સને દર્શકોએ પસંદ કરી હતી. આ ફિલ્મ બાલાજી ટેલીફિલ્મ્સ માટે સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મ છે.