આ ફિલ્મ પ્રોડ્યૂસરે આપ્યું બોલ્ડ નિવેદન, કહ્યું- સેક્સ દેખાડીને હું ખુશ થઈ જાઉં છું
જોકે આનો જવાબ આપતા એકતા કપૂરે કહ્યું કે, સેક્સ દેખાડીને મને ખુશી મળે છે. ઓનસ્ક્રીન સેક્સ બતાતવામાં તેને મને કોઈ જ સમસ્યા નથી. એકતા કપૂરે વધુમાં જણાવ્યું કે, મને મારા દેશ સાથે સમસ્યા છે, કારણ કે આપણાં દેશમાં ખાવાના દાંત અલગ છે અને દેખાડવાના દાંત અલગ છે. પ્રોબ્લેમ તો સહમતિ વગરના સેક્સ અને સેક્સ ક્રાઈમની સાથે હોવો જોઈએ.
આગળ એકતા કપૂરે જણાવ્યું કે, જ્યાં સુધી અંધ વિશ્વાસની વાત છે તો ટીવી પર આવતો નાગિન એ એક કાલ્પનિક શો છે. મને હેરી પોટર અને ગેમ ઓફ થ્રોન્સ ખૂબ જ પસંદ છે. પણ તે અમારા બજેટ કરતા ખૂબ જ મોંઘા છે, અમે શોની વાર્તામાં વધારે ધ્યાન આપીએ છીએ માટે જ નાગિન શો આટલો હિટ છે.
એકતા કપૂરે એએલટી બાલાજીની વેબ સિરીઝના કલાકારો અરૂણોદય સિંહ, નિધિ સિંહ અને માહી ગિલની સાથે બુધવારે મીડિયા સાથે વાતચીત કીર. એકતાની હંમેશા એ વાતને લઈને ટીકા કરવામાં આવે છે કે, તે પોતાના શોના માધ્યમથી અંથવિશ્વાસ અને સેક્સ પિરસતી હોય છે.
નવી દિલ્હીઃ ફિલ્મ નિર્માતા એકતા કપૂર પોતાની આગામી વેબ સીરીઝ ‘અપહરણ’ની રિલીઝની તૈયારી કરી રહી છે. તેણે પોતાના તમામ ટીકાકારોને જવાબ આપતા કહ્યું છે કે, વિશ્વભરમાં કોઈપણ લોકપ્રિય વસ્તુની હંમેશા ટીકા કરવામાં આવતી હોય છે.