INDvAUS: ત્રીજા દિવસના અંતે ભારત 151/3, કુલ લીડ 166 રન, પૂજારા 40 રને અણનમ
ભારતે પ્રથમ ઈનિંગમાં 250 રન બનાવ્યા હતા. સૌરાષ્ટ્રના રન મશીન ગણાતા ચેતેશ્વર પૂજારાએ 16મી સદી ફટકારવાની સાથે ટીમ ઈન્ડિયાને સન્માનજનક સ્થિતિમાં પહોંચાડી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appબીજા દિવસની રમતના અંતે ઓસ્ટ્રેલિયાએ 7 વિકેટના નુકસાન પર 191 રન બનાવ્યા હતા. ઓસ્ટ્રેલિયાની ઈનિંગની શરૂઆત પણ સારી નહોતી રહી અને 100 રન સુધીમાં જ 4 વિકેટ ગુમાવી દીધી હતી. ભારત તરફથી અશ્વિનને 3 સફળતા મળી હતી.
આ પહેલા ત્રીજા દિવસે ઓસ્ટ્રેલિયાની ઈનિંગ 235 રનમાં સમેટાઈ જતાં ભારતને 15 રનની નજીવી સરસાઈ મળી હતી. ઓસ્ટ્રેલિયા તરફથી હેડે સર્વાધિક 72 રન બનાવ્યા હતા. નાથન લાયન 24 રને અણનમ રહ્યો હતો. ભારત તરફથી જસપ્રીત બુમરાહ અને રવિચંદ્રન અશ્વિનને 3-3 તથા ઈશાંત શર્મા અને મોહમ્મદ શમીને 2-2 વિકેટ મળી હતી. શમીએ વેડ અને હેઝડવુડને સતત બે બોલમાં આઉટ કરી ઓસ્ટ્રેલિયાની ઈનિંગ સમાપ્ત કરી હતી. વિકેટકિપર રિષભ પંતે 6 કેચ ઝડપ્યા હતા.
એડિલેડઃ ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઇ રહેલી પ્રથમ ટેસ્ટના ત્રીજા દિવસના અંતે બીજી ઈનિંગમાં ભારતીય ટીમે 3 વિકેટ ગુમાવી 151 રન બનાવી લીધા છે. ચેતેશ્વર પૂજારા 40 અને અજિંક્ય રહાણે 1 રને રમતમાં છે. લોકેશ રાહુલ અને મુરલી વિજયે પ્રથમ વિકેટ માટે 63 રનની ભાગીદારી કરી હતી. મુરલી વિજય 18 રન બનાવી સ્ટાર્કનો શિકાર બન્યો હતો. કેપ્ટન વિરાટ કોહલી 34 રન બનાવી આઉટ થયો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -