નવી દિલ્હીઃ એલી અવરામ અને હાર્દિક પંડ્યાની ચર્ચા હંમેશા મીડિયામાં હેડલાઈન રહી છે. થોડા સમય પહેલા બન્ને લઈને અનેક અહેવાલો મીડિયામાં સામે આવ્યા હતા, જેનાથી એલી ખૂબ જ નારાજ થઈ ગઈ છે. હવે એલીએ ખુદ આ અહેવાલ પર પોતાનો મૌન તોડ્યું છે અને જણાવ્યું કે, આખરે એ સંબંધનું સત્ય શું હતું? એલીએ કહ્યું છે કે મને આ અહેવાલોથી ખૂબ દુખ થઇ રહ્યું છે. અમારી વચ્ચે જે પણ કઇ હતું તે પહેલાજ ખતમ થઇ ચૂક્યું છે અને આ આશરે એક વર્ષ પહેલા જ ખતમ થઇ ગયું હતું. એલીને જ્યારે પૂછવામાં આવ્યું કે શુ તે હાર્દિકથી લગ્ન નથી કરવાની તો તેના જવાબમાં એલીએ કહ્યું કે હુ હાર્દિક પંડ્યાથી લગ્ન નથી કરવાની. તે સિવાય એલીએ કહ્યું કે હવે અમે એકબીજાના સંપર્કમાં નથી અને આશા કરુ છું કે તેનાથી આગળ હવે હાર્દિકથી જોડાયેલો કોઇપણ સવાલ મારા સુધી ન આવે. હુ નથી ઇચ્છતી કે કોઇપણ મને રેડ કાર્પેટ પર આ અંગે સવાલ કરે.