નવી દિલ્હીઃ જમ્મૂ કાશ્મીરના પુલવામાં ગુરુવારે જૈશ-એ-મોહમ્મદના એક આતંકવાદીએ આત્મઘાતી હુમલો કરતાં વિસ્ફોટકોથી ભરેલ વાહનને સીઆરપીએફ જવાનોની બેસ સાથે ટક્કર મારી દીધી. આ હુમલામાં 37 જવાનો શહીદ થયાના અહેવાલ છે. આ આત્મઘાતી હુમલાની  જવાબાદીર  જૈશ-એ-મોહમ્મદએ લીધી છે. આ હુમલાને આતંકી આદિલ અહેમદ દારે અંજામ આપ્યો હોવાનું સ્થાનિક પોલીસનું કહેવું છે.




પોલીસે જણાવ્યું હતું કે તસવીરમાં દેખાતો દાર ગત વર્ષે જ જૈશ-એ-મોહમ્મદમાં જોડાયો હતો. સ્થાનિક લોકો તેને આદિલ અહેમદ ગાડીટકરાનેવાલા અને વકાસ કમાન્ડો ઓફ ગુંદીબાદ તરીકે પણ ઓળખે છે. સ્થાનિક પોલીસે એમ પણ કહ્યું હતું કે સીઆરપીએફનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો ત્યારે આદિલ ત્યાં સ્કોર્પિયો ગાડીમાં 350 કિલોગ્રામ વિસ્ફોટકો સાથે ઊભો હતો. તેણે જ સીઆરપીએફના 40થી વધુ જવાનોને લઈ જતી વાન નજીક સ્કોર્પિયો ઉડાવી દીધી હતી.



પોલીસનું એમ પણ કહેવું છે કે આદિલે એક વીડિયો પણ રિલિઝ કર્યો હતો, જેમાં તે બોલે છે કે એક વર્ષથી હું આ ક્ષણની રાહ જોઈ રહ્યો હતો, જેના માટે હું જૈશમાં ભરતી થયો હતો. જ્યારે આ વીડિયો તમારા સુધી પહોંચશે ત્યારે હું જન્નત પહોંચી ગયો હતો.


Pulwama Attack: હુમલા પછી સરકાર પાકિસ્તાનને કેવી રીતે આપી શકે છે જવાબ? જુઓ વીડિયો


Pulwama Attack: PM મોદીની અધ્યક્ષતામાં CCS બેઠક શરૂ, સરકાર શું લેશે સ્ટેન્ડ? જુઓ વીડિયો



Pulwama Attack: આતંકીઓ હુમલા સમયે કઈ રીતે હતા એકબીજાના સંપર્કમાં? જુઓ વીડિયો