નવી દિલ્હીઃ હોલિવૂડ એક્ટ્રેસ એમિલિયા ક્લાક્ર જાણીતી વેબ સીરીઝ ગેમ ઓફ થ્રોન્સમાં ડેનેરિયસ ટાર્ગેનિયની ભૂમિકા ભજવાની ઓળખ મેળવી છે. સીરીઝમાં તેના અભિનયમાં ખૂબ વખાણ કરવામાં આવ્યા, પરંતુ સીરીઝમાં તેના ન્યૂડ સીન હંમેશાથી ચર્ચામાં રહ્યા છે. હવે તેણે ગેમ ઓફ થ્રોન્સમાં પોતાની ભૂમિકા અને સીન કરવાને લઈને મોટો ખુલાસો કર્યો છે.

એમિલિયા ક્લાર્કે એક મેગેઝીનને આપેલા ઇન્ટરવ્યુમાં ઘણી વાત કરી. એક્ટ્રેસે જણાવ્યું કે, અમે સાથે ખૂબ મસ્તી કરી. અમે ચિક્કાર દારૂ પીધો અને ફક્ત ક્રિસમસ માર્કેટ સીનમાં જ નહી પરંતુ અનેક જગ્યાએ અમે આવું કર્યુ.



એમિલિયા ક્લાર્કે હંમેશા જ ગેમ ઑફ થ્રોન્સમાં આપેલા ન્યૂડ સીન પર વાત કરી છે પરંતુ શું તમે જાણો છો કે એકવાર તેણે ન્યૂડ સીન આપવાનો ઇનકાર કરી દીધો હતો. પરંતુ દબાણ કરવામાં આવતાં તેણે આ સીન ભજવવો પડ્યો હતો.

એક્ટ્રેસે જણાવ્યું કે, મને કહેવામાં આવ્યું કે તમે ન્યૂડ સીન કરો અથવા ગેમ ઑફ થ્રોન્સના ફેન્સને નિરાશ કરો. એમિલિયાએ તેમ પણ જણાવ્યું કે પહેલી સીઝનના સમયે ન્યૂડ સીન કરતી વખતે તે અસહજ થઇ ગઇ હતી. જો કે પછીથી તેણે તે સીન ભજવ્યો હતો. એમિલિયાએ કહ્યું કે, મને ગેમ ઑફ થ્રોન્સમાં ન્યૂડ સીન કરવાનો કોઇ અફસોસ નથી.

જણાવી દઇએ કે ગેમ ઑફ થ્રોન્સની આઠમી અને અંતિમ સીઝન એપ્રિલમાં પ્રસારિત કરવામાં આવી હતી. જણાવી દઇએ કે ગેમ ઑફ થ્રોન્સની બીજી સીઝન લોકપ્રિય છે પરંતુ આઠમી સીઝન લોકોને ખાસ પસંદ આવી ન હતી.