#MeToo પર બોલીવૂડ અભિનેતા ઈમરાન હાશ્મીનું નિવેદન, જાણો શું કહ્યું?
ઇમરાન હાશ્મીએ કહ્યું, ‘મહિલાઓની સુરક્ષાને લઇને ઘણા નિયમો પહેલાથી જ છે, પરંતુ બોલીવુડમાં તેમની સુરક્ષાને લઇને કોઇ જ ગાઇડલાઇન્સ નથી. #MeToo તો દશકો પહેલા શરૂ થઈ જવું જોઇતુ હતુ. પશ્ચિમી દેશોમાં આ અભિયાન ગત વર્ષે શરૂ થયું અને દરેક કલાકે મહિલાઓએ પોતાની સાથે થયેલા જાતિય શોષણનો ખુલાસો કર્યો હતો.’
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમુંબઈ: બોલિવૂડમાં હાલમાં #MeToo કેમ્પેઈનને કારણે ભૂકંપ આવી ગયો છે. કોઈને કોઈ કેમ્પેઈન અંતર્ગત બોલિવૂડની જાણીતી હસ્તિઓના નામ આવી રહ્યા છે. તનુશ્રી દત્તાએ #MeToo અંતર્ગત નાના પાટેકર સામે આરોપ લગાવતા જ બોલીવુડમાં એક પછી એક જાતિય સતામણી અને શોષણની ઘટનાઓ સામે આવી રહી છે.
#MeToo પર ઇમરાન હાશ્મીએ નિવેદન આપ્યું છે. ઈમરાન હાશ્મીએ કહ્યું કે પ્રોડક્શન હાઉસ અને સેટ પર મહિલાઓની સુરક્ષાને લઇને નિયમો સામેલ કરવા જોઇએ. ઇમરાન હાશ્મીએ ટ્વિટર પર લખ્યું, ‘જાતિય શોષણ હવે સહન ના કરી શકાય. ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ગાઇડલાઇન્સ હોવી જરૂરી છે. અમારૂ પ્રોડક્શન ઇમરાન હાશ્મી ફિલ્મ્સ ધ્યાન રાખે છે કે જો કોઇ સાથે ખરાબ વર્તન થાય છે તો તેના માટે લીગલ એક્શન લેવામાં આવે. બસ, આ એક શરૂઆત છે અને ક્યાંકથી તો આને શરૂ થવાનું જ હતુ.’
- - - - - - - - - Advertisement - - - - - - - - -