એશિયન પેરા ગેમ્સ 2018: શરદ કુમારે ઊંચી કૂદમાં નવા રેકોર્ડ સાથે જીત્યો ગોલ્ડ મેડલ
આંતરરાષ્ટ્રીય સ્તરે એવું ભાગ્યેજ જોવા મળે છે કે જ્યારે મેડલ સેરમનીમાં ત્રણેય ઝંડા ભારતનાજ હોય. ભારતીય એથલીટોએ એક જ સ્પર્ધામાં ત્રણ મેડલ જીત્યા છે. એશિયન પેરા ગેમ્સ ઊંચી કૂદમાં ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ ત્રણેય મેડલિસ્ટ ભારતના રહ્યા. શરદ સિવાય રિયો ઓલિમ્પિક બ્રોન્ઝ મેડલિસ્ટ વરૂણ ભાટી 1.82 મીટરમાં સિલ્વર, જ્યારે બ્રોન્ઝ મેડલ થંગાવેલુ મરિયાપ્પન 1.67એ જીત્યો હતો. મરિયાપ્પને રીયો ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજકાર્તાઃ એશિયન પેરા ગેમ્સ 2018માં ગુરુવારે ગત ચેમ્પિયન શરદ કુમારે ઊંચી કૂદ ટી42/63 વર્ગમાં બે નવા રેકોર્ડ સાથે ઐતિહાસિક ગોલ્ડ મેડલ જીત્યો છે. વર્લ્ડ ચેમ્પિયનશિપમાં સિલ્વર જીતનારા 26 વર્ષના શરદે 1.90મીટરના કૂદકા સાથે એશિયા અને એશિયન ગેમ્સનો એક નવો રેકોર્ડ બનાવ્યો હતો. બિહારનો શરદનને બાળપણમાં પોલિયો નિરોધક અભિયાન દરમિયાન ખોટી દવા લેવાના કારણે તેના ડાબા પગમાં લકવો પડી ગયો હતો.
આંતરરાષ્ટ્રીય સ્તરે એવું ભાગ્યેજ જોવા મળે છે કે જ્યારે મેડલ સેરમનીમાં ત્રણેય ઝંડા ભારતનાજ હોય. ભારતીય એથલીટોએ એક જ સ્પર્ધામાં ત્રણ મેડલ જીત્યા છે. એશિયન પેરા ગેમ્સ ઊંચી કૂદમાં ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ ત્રણેય મેડલિસ્ટ ભારતના રહ્યા. શરદ સિવાય રિયો ઓલિમ્પિક બ્રોન્ઝ મેડલિસ્ટ વરૂણ ભાટી 1.82 મીટરમાં સિલ્વર, જ્યારે બ્રોન્ઝ મેડલ થંગાવેલુ મરિયાપ્પન 1.67એ જીત્યો હતો. મરિયાપ્પને રીયો ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -