#MeToo બકવાસ, ઈન્ડસ્ટ્રીમાં રેપ જેવું કંઈ નથી, બધું સંમતિથી થાય છે, છોકરીઓ મરજીથી સેક્કસ માણે છે: કઈ હોટ એક્ટ્રેસે કર્યું આ નિવેદન?
નવી દિલ્હીઃ જ્યારથી બોલિવૂડ અભિનેત્રી તનુશ્રી દત્તાએ #MeToo આંદોલનની શરૂઆત કરી છે ત્યારેથી અત્યાર સુધી અનેક લોકોના નામ સામે આવી ચૂક્યા છે, જેમણે ખુદને #MeTooનો ભાગ નથી બનાવ્યા તે મહિલાઓ તેને સપોર્ટ કરી રહી છે. પરંતુ ગુરુવારે લોકપ્રિય ટેલીવિઝન એક્ટ્રેસ અને બિગ બોસ-11ની વિનર શિલ્પા શિંદેએ કંઈક એવું કહ્યું જે #MeToo આંદોલનને નકારવા જેવું છે.
શિલ્પાનું કહેવું છે કે જ્યારે આવું બધુ થાય છે ત્યારે જ અવાજ ઉઠાવવો જોઈએ. વર્ષો પછી આ ઘટનાનો ઉલ્લેખ કરવાનો કોઈ અર્થ નથી હોતો. ઝુમ ટીવીને આપેલ ખાસ ઇન્ટરવ્યુંમાં શિલ્પાએ કહ્યું હતું કે હું પણ એ શીખી શું કે જ્યારે થાય છે ત્યારે બોલો, પછી બોલવાથી કોઈ ફાયદો નથી.
શિલ્પાએ કહ્યું કે, વર્ષો પછી ઉઠાવેલ અવાજને કોઈ સાંભળશે નહીં. માત્ર વિવાદ થશે, એ સિવાય કશું જ નહીં થાય. તમારે તે સમયે જ આગળ આવવું જોઈએ જ્યારે બધું બન્યું હોય. ઉલ્લેખનીય છે કે તેણે ટીવી શો ‘ભાભી જી ઘર પર હૈ’ના પ્રોડ્યુસર સંજય કોહલી પર યૌન શોષણનો આરોપ લગાવ્યો હતો.
એન્ટરટેઇનમેન્ટ ઇન્ડસ્ટ્રીથી આવી રહેલી આવી વાતોને લઈને શિલ્પાએ કહ્યું હતું કે આવું બધા સ્થળે થાય છે. ખબર નથી કેમ ફક્ત એન્ટરટેઇનમેન્ટ ઇન્ડસ્ટ્રીનું નામ ખરાબ કરવામાં આવી રહ્યું છે. શિલ્પાએ કહ્યું હતું કે જે બધુ થાય છે તે એકબીજાની સહમતીથી થાય છે. ઇન્ડસ્ટ્રીમાં બળાત્કાર થતા નથી. જો તે આમ કરવા માટે તૈયાર નથી તો તેને ત્યાં જ છોડી દો.